Covid-19/ અમદાવાદીઓ સાવધાન, શહેરમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાનાં 559 નવા કેસ, 220 દિવસ પછી સૌથી વધુ

રાજ્યમાં દૈનિક કોરોનાનાં કેસમાં ઉછાળો આવ્યો છે. શનિવારે નોંધાયેલા આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1069 કોરોનાનાં કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ કોરોના
  • અમદાવાદમાં વધ્યા કોરોનાનાં કેસ,
  • એક જ દિવસમાં 500 થી વધુ કેસ, 
  • લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં રાખી રહ્યા છે બેદરકારી,
  • ઓમિક્રોનનાં કેસમાં પણ ઝડપી વધારો,
  • સાવધાની નહી રાખો તો થશે મુસિબત

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં દૈનિક કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. બીજી લહેરમાં જે રીતે અમદાવાદમાં સૌથી વધુ કેસ શરૂઆતી તબક્કામાં હતા તેનું પુનરાવર્તન થઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો આજે પણ કોરોના મહામારીને સામાન્ય સમજી માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. જેનુ પરિણામ છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાનાં 559 કેસ સામે આવ્યા છે. જે 220 દિવસ પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો –  સુરેન્દ્રનગર /  નર્મદાનું પાણી રણમાં 17મી વખત 40 કિ.મી.માં ફરી વળતા ધારાસભ્ય રણમાં 3 કિ.મી.પાણી અને કાદવમાં ચાલીને અગરિયાની વ્યથા સમજી

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં દૈનિક કોરોનાનાં કેસમાં ઉછાળો આવ્યો છે. શનિવારે નોંધાયેલા આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1069 કોરોનાનાં કેસ નોંધાયા હતા. જેમા સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવ્યા હતા. અહી સૌથી વધુ 559 કેસ નોંધાયા હતા અને ઓમિક્રોનનાં વધુ 11 કેસ સહિત શહેરમાં ઓમિક્રોનનાં કુલ 50 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં આઠ મહિના પછી એટલેકે 220 દિવસ પછી કોરોનાનાં 559 કેસ નોંધાવાને પગલે શહેરીજનો અને તંત્રમાં ફફડાટ ફેલાયો છે. જણાવી દઇએ કે, અગાઉ તા. 25 મે નાં રોજ કોરોનાના 522 કેસ નોંધાયા હતા. જો કે દૈનિક કેસમાં ઉછાળો થઇ રહ્યો હોવા છતા લોકો આજે પણ સરકારની કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા નજરે ચઢે છે. વળી રાજ્યમાં ઓમિક્રોન પણ વધુ એક સમસ્યા લઇને આવ્યો છે. જણાવી દઇએ કે, શહેરમાં નોંધાયેલા ઓમિક્રોનનાં વધુ 11 કેસ છે, જેમા 6 પુરૂષ અને 5 મહિલાનો સમાવેશ થાય છે. AMC દ્વારા શહેરનાં વધુ 11 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. તંત્ર પણ હવે કોરોનાનાં કેસમાં ઉછાળા બાદ એલર્ટ મોડમાં આવી ગયુ છે. જાણે ત્રીજી લહેર પૂર્વેની તૈયારી થઇ રહી હોય તેમ શહેરની હોસ્પિટલમાં પૂરતી બેડ અને ઓક્સિજનની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક 2000 બેડો ઉભા કરાયા, અને 1500 બેડમાં ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે. જેમાં આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ આવી રહ્યો છે. જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીનાં તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે, તેમજ દિવાળી પછી લોકોની બેદરકારીનાં લીધે કેસોમાં સતત દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો  છે. સાથે કોરોનાનાં નવા વેરિઅન્ટનાં કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1069કેસ સામે આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…