Surat News/ સુરતની શાળાઓમાં RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે કાર્યવાહી થશે

 કેટલાક શ્રીમંત વાલીઓએ ગરીબ બનવાની નાટકીય કવાયત કરી હતી,

Top Stories Gujarat Surat Breaking News
Image 2025 01 19T093159.773 સુરતની શાળાઓમાં RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે કાર્યવાહી થશે

Surat News: સુરતની સ્કૂલો RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ બોગસ એડમિશનના મામલામાં સમાચાર સામે આવ્યા છે. RTE (રાઇટ ટુ એજ્યુકેશન) સહાયતા માટેની સ્કીમનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બંગલા અને વિદેશ પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ખોટા દસ્તાવેજો સાથે એડમિશન મેળવ્યા હતા. જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન (Admission) રદ કરાયા હતા. ત્યારે RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે. ફોજદારી કરવા શાળાના આચાર્યોને જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથ પરમાર એક્શનમાં આવ્યા છે.

આ તપાસમાં ખુલાસો થયો છે કે, RTE માટે  કેટલાક શ્રીમંત વાલીઓએ ગરીબ બનવાની નાટકીય કવાયત કરી હતી, જેથી RTE હેઠળ તેમના બાળકોના એડમિશન માટે નમ્રતાથી પ્રોવિઝન્સ મળી શકે. જોકે, 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાતા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા ખોટી આવક ધરાવતા વાલીઓ સામે કાર્યવાહી કરવા આચાર્યોને આદેશ આપવામાં આવ્યાં છે.

Image 2025 01 19T093036.506 સુરતની શાળાઓમાં RTE પ્રવેશ હેઠળ ખોટી આવકવાળા વાલીઓ સામે કાર્યવાહી થશે

આ મામલે કોંગ્રેસ કાર્યકર્તાએ પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની મુખ્યમંત્રીને ડીઈઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. અધવચ્ચે બાળકોને શાળામાંથી ઉઠાડી દેતાં તેમના અભ્યાસ પર અસર પડવાની ગંભીરતા જોતાં સીએમને રજુઆત કરી છે.

DEO ટીમ દ્વારા કેટલાક વાલીઓના આવકના ખોટા પુરાવાઓ, બેંક ડીટેલ્સ અને ઘરનાં માલિકીના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી. કેટલાક વાલીઓ મોટી મિલકત ધરાવતાં જાહેર થયા, તો કેટલાક વાલીઓએ મોટી લોન લઇને RTE હેઠળ પ્રવેશ મેળવ્યો હતો. આ મામલે ડીઈઓએ આચાર્યને ફોજદારી કાર્યવાહી કરવા નિમ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુધારેલા વય નિયમોને કારણે ગુજરાતની અડધી RTE બેઠકોનો થયો ઘટાડો

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં RTE બેઠકો પર શ્રીમંત લોકોના બાળકોને એડમિશન આપવાનો આરોપ

આ પણ વાંચો: RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનારા લગભગ પોણા બસો બાળકોના પ્રવેશ રદ