દાહોદ,
દાહોદ ગ્રામીણ બેન્કના એજન્ટો દ્વારા એક સુવ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું. જેનો ભોગ બન્યા નવાગામના સો જેટલા માણસો ઘટનાની વિગત એવી છે કે દોરી,સુતળી, કાથી ગૂથતા શ્રમીકોને સરકાર સ્કીલડૅવલપમેન્ટ માટેની લોન આપે છે. આ બોગસ લોન લેવા માટે વેપારીઓ દ્વારા એક દલસિંગ નામના એજન્ટને નીમવામાં આવ્યો. જેણે આ દોરડાં સુતળી ગૂંથતાં શ્રમીકોનો લોન અપાવવાને નામે તેમનો ડેટા ભેગો કરી લીધો અને સહી કરાવી લોન ક્લેઇમ કરી તો કોઇકને નામે કુટીર ઉદ્યોગ ટ્રસ્ટ બનાવી તેમને નામે બેન્ક મેનેજર સાથે મળીને ખોટી લોનો પાસ કરાવી લીધી.
આ લોન માટે બતાવવામાં આવેલો સામાન આપવામાં ન આવ્યો ન તો શ્રમીકોને તેમની લોનના રૂપીયા આપ્યા. પરંતુ આ બધા રૂપીયા જમા થયા વેપારીના ખાતામાં. આ દલસિંગ વિશે એક માજી ડેઇલી વેજીસ કર્મચારીએ જણાવ્યું કે દલસિંગની અધિકારીઓ સાથે સાંઠગાંઠ છે.
તેના કૌભંડમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે અને જે પણ તેની હકીકત બહાર પાડવાની વાત કરે તેને મારે છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપે છે. દાહોદની ખરેડી શાખા દ્વારા જ, નવાગામ સિવાય કારઠ ,ચંદવાણા જેવા અનેક ગામોમાંપણ આ જ કૌભાંડ આચરેલું છે. તેવું આ ગામ લોકોનું કેહવું છે. નવાગામ એકલામાં જ લાખોનું કૌભંડ બોલે છે ત્યારે, જો આ બધા ગામની તપાસ થાય તો કૌભંડની રકમનો આંકડો કરોડોમાં જાય તેમ છે.
