અમદાવાદમાં જે રીતે ખાડાઓ ઠેર-ઠેર જોવા મળી રહ્યા AMC-Pothole છે ત્યારે તંત્ર દ્વારા તેને રિપેર કરવાની કામગીરી કરવાના બદલે પોતાનો જ પક્ષ આગળ કરી રહ્યું છે. આજે જ્યારે AMC રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેનને શહેરમાં ખાડા અંગે વાત કરવામાં આવી ત્યારે તેમને મૌન ધારણ કરી લીધું હતું. પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું અને ચેરમેન ઉડાવ જવાબ આપી રહ્યા છે.
AMC ના રોડ એન્ડ બિલ્ડીગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇ ને AMC-Pothole જ્યારે મિડીયા પ્રશ્ન કરી રહ્યું હતું ત્યારે તેમને કોઈ પણ જવાબ આપવના બદલે મૌન સેવી લીધું હતું. એટલું જ નહીં શહેરના ક્યા વિસ્તારમાં અને કેટલાં ખાડા પડ્યા છે તેની કોઈ પણ માહિતી AMC ના ચેરમેન પાસે જ નથી.
નવા રસ્તાઓ પર નથી કોઈ પણ ખાડા
વળી તેની AMC ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે કે કાંકરી AMC-Pothole પણ ખરી નથી. શહેરમાં જેટલાં પણ નવા રોડ રસ્તા બન્યા છે તેમાં એક કાકરી પણ ખરી નથી. હા નાના મોટા ખાડા પડ્યા છે તેનો હું સ્વીકાર કરુ છે. તેમજ તેના માટે અધિકારીઓને સૂચનાઓ આપી છે ઝડપથી ખાડા પુરવામાં આવે. પરંતુ કેટલા ખાડા પડ્યા છે અને તેની શું કાર્યવાહી કરવામાં આવી છે. તે મામલે તેમને મૌન રાખ્યું હતું.
એટલું જ નહીં મહાદેવ દેસાઈ ત્યાં સુધી કહી દીધું કે, ગણયા ગણાય નહીં વીણયા વીણાય નહીં, આભલા તોય છાબડીમાં માય નહીં. આ પ્રકારનો ઉડાવ જવાબ તેમને આપ્યો હતો. એટલું જ નહીં ચેરમેન એવું પણ સમજાવી રહ્યા છે કે ડામર અને પાણીનું કોમ્બિનેશન નથી રહેતું. જેના કારણે ખાડા પડી રહ્યા છે.
નોંધનીય છેકે, શહેરમાં 50 થી વધુ મસમોટા ભૂવાઓ AMC-Pothole સામે આવ્યા છે. તેમજ ઠેર-ઠેર ખાડાનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગરથી રાજ્ય સરકારે પણ અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે ક્યારે આ ખાડાઓનું નિરાકરણ લાવાવમાં આવે છે.
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો
આ પણ વાંચોઃ Mission 2024/ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે, કોંગ્રેસે કહ્યું – મહારાષ્ટ્ર કટોકટી અસર નહીં
આ પણ વાંચોઃ Land For Job Scam/ લાલુ પરિવાર પર લટકી ધરપકડની તલવાર, નોકરી માટે જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ
આ પણ વાંચોઃ Gurupurnima/ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર
આ પણ વાંચોઃ Hindi Language/ હિન્દી ભાષા પહોચી વિદેશી શાળાઓમાં, અમેરિકામાં બીજી ભાષા તરીકે હિન્દી ભણાવાશે……
