જેમ આપણે જાણીએ છે કે, હિન્દી ભાષા એ વિશ્વની એક મુખ્ય ભાષા છે અને ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક છે. હિન્દી ભાષાનો ઈતિહાસ આજ કાલનો નહિ પરંતુ એક હજારો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. મહાત્મા ગાંધી હિન્દીને ‘રાષ્ટ્રભાષા’ કહેવાના હિમાયતી પણ હતા, તેમને એક હિન્દી સાહિત્ય સંમેલનની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમને પ્રથમ વખત હિન્દીને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવો જોઈએ તેવી હાકલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રભાષા વિનાનું રાષ્ટ્ર મૂંગું છે.
હવે તમને એમ થતું હશે કે, આ બધી વાતને શું લેવા દેવા છે? તો ખરેખર જો વાત ને સીધી રીતે કરવામાં આવે તો હવે એ સમય દુર નથી. જયારે અમેરિકામાં પણ ભારતીય ભાષા હિન્દીને પોતાનું સ્થાન મળશે. જી એમાં પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના વિદ્યાલયમાં અંગ્રેજી પછી જો કોઈ બીજી ભાષાને સ્થાન મળશે તો તે હિન્દી છે, એટલે કે હવે તેમની વિદ્યાલયમાં હિન્દી ભાષાને ભણાવવામાં આવશે.
આ પ્રસ્તાવ તાજેતરમાં બાઈડન પ્રશાસનને મળ્યો છે. આ પ્રસ્તાવ સતારૂઢ ડેમોક્રેટીક પાર્ટીના સંગઠન એશિયા સોસાયટી (એએસ) અને ઈન્ડીયન અમેરિકન ઈમ્પેકટ (આઈએઆઈ) સાથે સંકળાયેલા 100થી વધુ જનપ્રતિનિધિઓએ આ પ્રસ્તાવ સોંપ્યો છે. આને જલ્દીથી સામેલ કરવા માટે 816 કરોડ રૂપિયાનો ફંડ પણ આપવામાં આવશે. જેથી એક હજાર સ્કુલોમાં આ હિન્દીનો કોર્ષ શરુ કરી શકાય.
સંભાવના છે કે, બાઈડનનું ભારત પ્રત્યે સકારાત્મક વલણ અને આગામી વર્ષે રાષ્ટ્રપતિ ચુંટણીને ધ્યાનમાં રાખી આ પ્રસ્તાવને મંજુરી મળી જશે. જો બધુ ઠીક રહ્યું તો આવતા વર્ષે સપ્ટેમ્બરથી જ હિન્દી ભાષાનું ભણતર શરૂ થઈ જશે. આનો સૌથી મોટો ફાયદો આપણા ભારતીય વિદ્યાર્થીઓ કે જે અમેરિકામાં રહે છે તેમને થઇ શકે છે. લગભગ 45 લાખ ભારતવંશીઓમાં હિન્દી સૌથી વધુ 9 લાખથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા છે.
આ પ્રસ્તાવથી શું થશે ફાયદો?: સૌથી પહેલા છાત્રોને વૈશ્વિક અર્થ વ્વસ્થા માટે તૈયાર કરવામાં મદદ મળશે. હિન્દી દુનિયાની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. સંયુક્ત રાજય અમેરિકા અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સમજ અને પ્રશંસાને પ્રોત્સાહન મળશે. કારણ બન્ને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશો છે.
4 રાજ્યોમાં હિન્દી ભાષાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે
અત્યારે અમેરિકાના માત્ર 4 રાજ્યોમાં હિન્દી ભાષા ભણાવવામાં આવે છે. જેમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી રાજ્યોનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 5 થી 16 વર્ષની વયના બાળકો માટે દર શનિવારે હિન્દીના વર્ગો યોજવામાં આવે છે. બ્રિટને પણ આ સત્રથી 1500 સ્કુલોમાં હિન્દી ભણાવવાનો ફેસલો કર્યો છે.
આ પણ વાંચોઃ CM Yogi-Sister/ પીએમ મોદી હતા ‘ચાયવાલા’ યુપીના સીએમ યોગીના બહેન આજે પણ છે ‘ચાયવાલી’
આ પણ વાંચોઃ ભાવ વધારો/ ટામેટાં પછી મરચાંના ભાવ પણ વધશે? વરસાદ બની શકે છે વિલન !
આ પણ વાંચોઃ GIFT NIFTY/ SGX NIFTY આજથી બન્યો GIFT NIFTY: ભારત માટે ઇતિહાસ રચાયો
આ પણ વાંચોઃ માવતરને લજ્વ્યું/ પ્રેમીને મેળવવા માટે મહિલાએ અઢી વર્ષના પુત્રની હત્યા કરી, દ્રશ્યમ ફિલ્મ જોઈ લાશને ઠેકાણે કરી
આ પણ વાંચોઃ ગુજરાતનું રાજકારણ/ ગુજરાતમાં હિન્દુત્વના એજન્ડા પર પરત ફરશે કોંગ્રેસ, ગોહિલની ચોટીલા મુલાકાતમાં છુપાયો છે મોટો સંદેશ