NCP-Pawar/ પવારના હાથમાંથી પાર્ટી જ ગઈ! એનસીપીના 40 વિધાનસભ્યોનું અજીત પવારને સમર્થન

શરદ પવારે સ્થાપેલી નેશનલલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તેમના જ હાથમાંથી સ્પષ્ટપણે સરકી ગઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. શરદ પવારની એનસીપીના 53 વિધાનસભ્યોમાંથી 40નું અજીત પવારને સમર્થન છે

Top Stories India

રાજકીય રમતના ખંધા ખેલાડી મનાતા શરદ પવારને તેમના ભત્રીજાએ ધાર્યો ન હોય તેવો ફટકો માર્યો છે. શરદ પવારે સ્થાપેલી નેશનલલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તેમના જ હાથમાંથી સ્પષ્ટપણે સરકી ગઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. શરદ પવારની એનસીપીના 53 વિધાનસભ્યોમાંથી 40નું અજીત પવારને સમર્થન છે અને તેમાથી નવને તો પ્રધાન બનાવી દેવાયા છે અને અજીત પવાર પોતે નાયબ મુખ્યપ્રધાન બની ગયા છે.

અજીત પવારે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યું હતું કે વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરને અમે એનસીપીના 40 વિધાનસભ્યોનું સમર્થનપત્ર સોંપી દીધું છે. તેની સાથે તેમણે શરદ પવારને નીમેલા સ્પીકરને હટાવતી નોટિસ પણ પાઠવી હતી અને તેની નકલ વિધાનસભાને મોકલી દીધી છે. જો કે તેઓએ કહ્યું છે કે શરદ પવાર હજી પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેની સાથે તેમણે શરદ પવારને તેમના આશીર્વચન આપવા વિનંતી કરી હતી.

શરદ પવાર હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામે બળવો કરનાર અજિત પવાર સામે પગલાં લેવાના મૂડમાં છે. એનસીપીએ બળવાખોર અજિત પવાર અને અન્ય 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પત્ર મોકલ્યો છે. શરદ પવારનો દાવો છે કે તેમને 44 વિધાનસભ્યોનું સમર્થન છે, પણ અજીત પવારે તો રીતસર 40 વિધાનસભ્યોનું સમર્થનપત્ર આપી દીધું છે.

અજીત પવારનો દાવો છે કે એનસીપી તૂટી નથી, અમે ભાજપને સમર્થન આપી રહ્યા છીએ. અમે મહાવિકાસ અઘાડીનો હિસ્સો રહેવા માંગતા નથી. મોટાભાગના વિધાનસભ્યો પણ અમારી સાથે સંમત છે. અગાઉ 2019માં શરદ પવાર કરેલી ભૂલનું અમે પુનરાવર્તન કરવા માંગતા નથી. તેમનું કહેવું છે કે બાકીના જે વિધાનસભ્યો છે તે પણ સાથે આવી જશે અને તેમને સમજાવી લેવાશે. જ્યારે પક્ષપ્રમુખ શરદ પવાર તો ઘરના જ છે, તેમની નારાજગી વહેલા કે મોડા દૂર કરી દેવાશે એમ તેમણે કહ્યું હતું. તેમનું કહેવું છે કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને તે સમય મુજબ રાજકીય નિર્ણય લેવાની ઇચ્છાશક્તિ ગુમાવી ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ Stock Market/ સેન્સેક્સે 65000ની સપાટી વટાવી, નિફ્ટી પણ ઓલટાઇમ હાઈ

આ પણ વાંચોઃ Pawar Vs Pawar/ પવારનો વળતો પ્રહારઃ બળવાખોર અજિત પવાર સહિત 9 નેતાઓને NCPએ કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ CM Yogi-Sister/ પીએમ મોદી હતા ‘ચાયવાલા’ યુપીના સીએમ યોગીના બહેન આજે પણ છે ‘ચાયવાલી’

આ પણ વાંચોઃ ભાવ વધારો/  ટામેટાં પછી મરચાંના ભાવ પણ વધશે? વરસાદ બની શકે છે વિલન !

આ પણ વાંચોઃ GIFT NIFTY/ SGX NIFTY આજથી બન્યો GIFT NIFTY: ભારત માટે ઇતિહાસ રચાયો