Not Set/ દિલ્હી-એનસીઆરમાં 18-19 મી જુને વરસાદની શક્યતા, ગરમીથી મળી શકે છે રાહત

દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં બુધવારે સાંજ દક્ષિણ પૂર્વ દિશામાં બે વાર ભારે વરસાદ પડ્યો છે. પહેલીવાર પવનની ગતિ 56 કિમી પ્રતિ કલાકની રહી, જ્યારે બીજી વાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંક્યો. જેનાથી તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પર જ રહ્યું છે. ગુરુવારના દિવસે સરેરાશ મહત્તમ તાપમાન 41.2 અને લઘુતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જણાવીએ કે […]

Top Stories India

દિલ્હી,

દિલ્હી-એનસીઆરમાં બુધવારે સાંજ દક્ષિણ પૂર્વ દિશામાં બે વાર ભારે વરસાદ પડ્યો છે. પહેલીવાર પવનની ગતિ 56 કિમી પ્રતિ કલાકની રહી, જ્યારે બીજી વાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંક્યો. જેનાથી તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પર જ રહ્યું છે. ગુરુવારના દિવસે સરેરાશ મહત્તમ તાપમાન 41.2 અને લઘુતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

જણાવીએ કે સવાર સુધી ફૂંકાતા તીવ્ર પવનને લીધે ગરમીથી થોડી રાહત મળી, પરંતુ દિવસ ચઢતાની સાથે જ ગરમી અને ભેજને કારણે લોકોને ઘણી તકલીફ પડી. કાળઝાળ ગરમીમાં લૂ લાગવા લાગી હતી. પાલમ કેન્દ્ર ખાતે મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવાર ગરમી થોડી રાહત મળી શકે છે. 14 અને 15 જૂનને વાદળછાયું વાતારણ રહેશે અને ભારે પવન ફૂંકાશે. 16 મી જૂન અને 17 મી જૂનના રોજ વાવાઝોડા સાથે હળવ વરસાદની શક્યતા છે. 18 અને 19 જુનને પણ હળવા વરસાદ સાથે ધૂળની ડમરી સાથે પવન ફૂંકવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રીથી ઘટી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.