Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો

રાજ્યમાં હાલ ચોમાસાના તેવર થોડા ઠંડા થયા છે. જાણે મેઘરાજાએ Guj-Rain વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે.

Top Stories India

અમદાવાદ: રાજ્યમાં હાલ ચોમાસાના તેવર થોડા ઠંડા થયા છે. જાણે મેઘરાજાએ Guj-Rain વિરામ લીધો હોય તેમ બે દિવસથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની પણ આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, હજી બે દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ જ રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં સારા વરસાદને પગલે સોમવારે, 3 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે.

આગામી પાંચ દિવસની વરસાદની આગાહી કરતાં મનોરમા મોહંતીએ Guj-Rain જણાવ્યું કે, બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં જ ખૂબ ઓછા વરસાદની સંભાવના છે. માત્ર હળવો અને સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે આ દરમિયાન સુરત અને ભરૂચમાં ભારે વરસાદ થઇ શકે છે. ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ફરી તેજ થવાની સંભાવના છે. જ્યારે આગામી ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. એટલે કે 6 અને 7 તારીખ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. 6 તારીખની વાત કરીએ તો સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, 7મી જુલાઇએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત Guj-Rain ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારો, વસલાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે સુરત અને તાપીમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉપરાંત આગામી 4, 5 અને 6 જુલાઇએ માછીમારો માટે ચેતવણી રહેશે. આ દરમિયાન વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ શકે છે.

ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે Guj-Rain રાજ્યમાં તા. 03 જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 55 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.

આ પણ વાંચોઃ Mission 2024/ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે, કોંગ્રેસે કહ્યું – મહારાષ્ટ્ર કટોકટી અસર નહીં

આ પણ વાંચોઃ Land For Job Scam/ લાલુ પરિવાર પર લટકી ધરપકડની તલવાર, નોકરી માટે જમીન કૌભાંડમાં ચાર્જશીટ દાખલ

આ પણ વાંચોઃ Gurupurnima/ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ-શિષ્ય બંને ઢળી પડ્યાઃ શિષ્યનું અવસાન- ગુરુની ચાલતી સારવાર

આ પણ વાંચોઃ Hindi Language/  હિન્દી ભાષા પહોચી વિદેશી શાળાઓમાં, અમેરિકામાં બીજી ભાષા તરીકે હિન્દી ભણાવાશે……

આ પણ વાંચોઃ NCP-Pawar/ પવારના હાથમાંથી પાર્ટી જ ગઈ! એનસીપીના 40 વિધાનસભ્યોનું અજીત પવારને સમર્થન