Surat News: સુરતના કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા 109 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. વરાછામાં પણ છ જેટલા યુનિટોને સીલ કરવામાં આવ્યા છે. તપેલા ડાઇંગ યુનિટો દ્વારા ડ્રેનેજ સિસ્ટમમાં કેમિકલવાળુ પાણી છોડવામાં આવે છે. આ પાણી ડ્રેનેજ લાઇનમાં ટ્રીટ કર્યા વગર છોડવામાં આવે છે.
નગરપાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી આવા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં લિંબાયત ઝોન દ્વારા પણ અનેક યુનિટો સીલ કરાયા છે. ગુરુવારે લિંબાયત ઝોનની ટીમે ગિરિરાજ નગરમાં-18, ગોવિંદનગરમાં 8 રતનજીનગરમાં 10, સરદારનગરમાં મંગલાપાર્કમાં 30 યુનિટો સીલ કર્યા હતા. અત્યાર સુધી લિંબાયત ઝોનમાં કુલ 365 યુનિટો સીલ કરવામાં આવ્યા છે. જ્યારે વરાછા-એ ઝોન દ્વારા કાર્યવાહી દરમિયાન નરસિંહ મંદિરની ચાલ પાસે તેમજ ઉધરસભૈયાની ચાલમાં ચાલતા પાંચ ડાઈંગ એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
તપેલા ડાઇંગ યુનિટો દ્વારા છોડાતું પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છે અને જળપ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષિત પાણીથી લોકોના આરોગ્યને નુકસાન થાય છે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ આ કામ કર્યુ છે. કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા યુનિટ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આમ નગરપાલિકાને મોડે-મોડે પણ લોકોના આરોગ્યની ખેવના જાગી ખરી.
આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું

