Gandhinagar News/ ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે 10 ગામની 6,550 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ: અર્જુન મોઢવાડિયા

ભાવનગરના મેથાળા બંધારા (Methala Bandhara) યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 285 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર…

Gujarat Gandhinagar
Methala Bandhara, અર્જુન મોઢવાડિયા, કાળીયાર, મોણપુર, વેળાવદર

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના સતત માર્ગદર્શન હેઠળ, વન વિભાગ અંતર્ગત આવતા વર્ષોથી પડતર એવા ભાવનગરના મેથાળા બંધારા (Methala Bandhara, Bhavnagar)ના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. ભાવનગરના મેથાળા બંધારા (Dam)ની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામની 6,550 હેક્ટર વિસ્તારને સિંચાઈ (Irrigation)નો લાભ મળશે.

આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે 598.2427 હેક્ટર બિન જંગલ જમીન ફાળવવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગામજનોને ખૂબ મોટો ફાયદો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadiya)એ જણાવ્યું હતું.

ભાવનગરના મેથાળા બંધારા (Methala Bandhara) ની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે 10 ગામની 6,550 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: વન અને પર્યાવરણ પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા

મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા (Talaja Taluka)માં મેથાળા ગામ પાસે બગડ નદી (Bagad River) ઉપર બંધારાની મહત્વાકાંક્ષી યોજનામાં વન વિભાગી કુલ 598.2427 હેક્ટર જમીન ડુબાણમાં જાય છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીના ભાગરૂપે સૈદ્ધાંતિક મંજૂરી તા. 15 માર્ચ 2024ના રોજ આપવામાં આવી હતી. તેની સામે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામના સર્વે નં 515/1 ની 598.2427 હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે.

Methala Bandhara, અર્જુન મોઢવાડિયા, કાળીયાર, મોણપુર, વેળાવદર

કાળીયાર સહિત વન્યજીવો માટે મહત્વના હેબીટેટ તરીકે ઉપયોગી બનશે

મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર (Monpur village, Vallabhipur taluka) ખાતે 598.2427 હેક્ટર બિનજંગલ જમીન ફાળવવામાં આવી

વલ્લભીપુરની જમીન ‘વેળાવદર નેશનલ પાર્ક’ (Velavadar National Park)ની નજીક હોવાથી કાળીયાર સહિત વન્યજીવો માટે મહત્વના હેબીટેટ તરીકે ઉપયોગી બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

Methala Bandhara, અર્જુન મોઢવાડિયા, કાળીયાર, મોણપુર, વેળાવદર

મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 285 કરોડની વહીવટી મંજૂરી અપાઇઃ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે (Ishwar Singh Patel) આ અંગે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાની મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 285 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર મેથાળા બંધારા યોજનાની કામગીરી આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે ખૂબ અગત્યની છે. આ યોજનાથી અંદાજે 655 મીટર ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ થવાથી 10 ગામો સાથે 6,550 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે.

વધુમાં બંધારાના કારણે દરિયાઈ પાણી આગળ વધતું રોકાવાથી આ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ આગળ વધતું અટકશે જેથી આ વિસ્તારના ખેડૂતો માટે આ પરિયોજના આશીર્વાદ સમાન બની રહેશે. ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે બે વર્ષમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉમેર્યું હતું.


આ પણ વાંચો: ભાવનગરમાં લોહીના સંબંધો લજવાયા! નજીવી બાબતમાં પિતરાઈ ભાઈએ સોપારી આપી ભાઈને પતાવી દીધો

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલે સંસદમાં ગુજરાતના ખેડૂતોની વ્યથા અને આત્મહત્યાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યા

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર