Gujarat Weather/ ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ, ભાવનગર બન્યું સૌથી ગરમ શહેર!

ગુજરાતમાં ઉનાળાની એન્ટ્રી વહેલી થઈ છે. ભાવનગરમાં 39°C સાથે રાજ્યનું સૌથી વધુ તાપમાન (Heatwave) નોંધાયું છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ડીસામાં પણ પારો 37°C આસપાસ પહોંચ્યો છે.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather:ગુજરાતમાં ઉનાળાની એન્ટ્રી વહેલી થઈ ગઈ છે. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જ તાપમાનનો પારો ઝડપથી ઉંચકાઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ભાવનગર રાજ્યનું સૌથી ગરમ (Heatwave) શહેર બન્યું છે,જ્યાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં પણ પારો 37 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે રાજકોટમાં 37.9 ડિગ્રી, અમરેલીમાં 37 ડિગ્રી અને ડીસામાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) સક્રિય થયું છે. આ સિસ્ટમને કારણે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેનાથી ઉકળાટ અને અકળામણ વધી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં (સૌરાષ્ટ્ર-કચ્છ) ભેજના પ્રમાણમાં વધારો થતાં ગરમી (Heatwave) વધુ અસહ્ય બની રહી છે.

ગુજરાતમાં મુખ્ય શહેરોનું તાપમાન (Heatwave)

મુખ્ય શહેરો તાપમાન
રાજકોટ 37.9 °C
અમદાવાદ 37 °C
અમરેલી 37 °C
ડીસા 37.3 °C

ગુજરાતમાં હિટવેવ (Heatwave)

આગામી 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં (Heatwave) 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ધીમો વધારો અપેક્ષિત છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, જેનાથી હીટ ઇન્ડેક્સ (Heat Index) વધુ ઊંચો રહેશે.આગામી 3 દિવસ માટે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે ઉનાળો વહેલો અને તીવ્ર આવી રહ્યો છે. માર્ચમાં જ તાપમાન 39-40 °Cની આસપાસ પહોંચવાની સંભાવના છે, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી