ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મગફળીની ખરીદીમાં કૌભાંડ ચાલી રહ્યા છે. આમ મગફળીની ખરીદી બંધ થતા 4 લાખ ટન મગફળી અધ્ધરતાલ થઈ ગયેલ છે.
ખરીદી માટે છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી હતી જે પુરી થઈ ગયેલ છે. તેથી ખેડુતોને 19.92 લાખ મગફળી નીચા ભાવે વેચવા માટે ફરજ બની છે. આ ઉપરાંત 8.08 લાખ ટન મગફળી ખરીદાતા હજુ 23.92 લાખ મગફળી વેપારીઓ દ્વારા વેચવાની ફરજ બની છે.
મગફળીનુ કુલ ઉત્પાદન 32 લાખ ટન કરવામાં આવ્યુ છે. આમ જ્યારે મગફળીનુ ઉત્પાદન વધુ થાય ત્યારે ખેડૂતોને પુરતો ભાવ મળી તે માટે રાજ્ય સરકાર મગફળી ખરીદે તેવી આશા અપેક્ષા રાખતા હોય છે.
આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા 35 થી 40 ટકા મગફળી ખરીદાશે, તેવી બાયેંધરી આપવામાં આવી હતી. પરંતુ ચોકાવનારી વાત એ છે, કે રાજ્ય સરકાર ધ્વારા 12 લાખ ટન મગફળી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
ઉપરાંત આ મગફળી ખરીદવાની છેલ્લી તારીખ-10 ફેબ્રુઆરી પૂરી થઈ છે. અને જો કેન્દ્ર સરકાર ધ્વારા મંજુરી આપવામાં આવે તો બીજી 4 લાખ મગફળીની ખરીદી કરી શકાય પરંતુ કેન્દ્ર સરકારે સીસીટીવી વાળા ગોડાઉન અને વિડીયો રેકોર્ડિગ સહીતની સુવીધા હોય તો જ ખરીદવી તેવી શરત મુકવામાં આવી હતી. પરંતુ ચોકાવનીરી વાત એ છે કે, આવા ગોડાઉન સરકાર પાસે છે કે નહી તે માટો પ્રશ્ર્ન છે.
