Not Set/ કાપડનાં ધંધામાં રોકાણનાં નામે ઠગાઈ, યુવકે વેપારીના નામે 8 ક્રેડિટકાર્ડ લઈ 18 લાખ ખર્ચ કર્યા, કુલ 42 લાખથી વધુની છેતરપીંડી

@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ અમદાવાદનાં સરખેજ ફતેવાડી વિસ્તારમાં રહેતા અને ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા વેપારીને કાપડનાં ધંધામાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ધટના બની છે…જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે…ફતેવાડીમાં આશિયાની ડુપ્લેક્ષમાં રહેતા અને ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા કામીલખાન શેખ નામનાં વેપારીને વર્ષ 2017માં સાઢુભાઈનાં ઘરે ભાડેથી રહેતા જીશાન પઠાણ નામનાં […]

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપુત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદનાં સરખેજ ફતેવાડી વિસ્તારમાં રહેતા અને ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા વેપારીને કાપડનાં ધંધામાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ધટના બની છે…જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે…ફતેવાડીમાં આશિયાની ડુપ્લેક્ષમાં રહેતા અને ફેબ્રીકેશનનો વ્યવસાય કરતા કામીલખાન શેખ નામનાં વેપારીને વર્ષ 2017માં સાઢુભાઈનાં ઘરે ભાડેથી રહેતા જીશાન પઠાણ નામનાં યુવક સાથે પરિચય થયો હતો..જે બાદ જીશાન પઠાણે પોતે ફેશન ડિઝાઈનીંગનું કરતો હોવાનું જણાવ્યુ હતુ..અને વેપારી સાથે મળીને ભાગીદારીમાં કપડાનો વેપાર કરવાનું કહીને વેપારી પાસે પૈસા રોકાણ કરવાનું અને પોતે મજૂરીકામ અને ધંધો સંભાળવાનુ જણાવ્યુ હતુ…

જીશાન પઠાણે વેપારી પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનાં ફોટા અને વેપારીની સહિ કરેલા કોરા ચેક લીધા હતા..ત્યારબાદ 2017 થી જુલાઈ 2020 સુધીનાં સમયગાળા દરમ્યાન કપડાનાં ધંધામાં રોકાણ કરવાનું કહીને ચેક અને બેંકના માધ્યમથી 23 લાખ 97 હજાર રૂપિયા લીધા હતા..વેપારીએ રોકાણ કરેલા પૈસા બાબતે હિસાબ માંગતા જીશાન પઠાણ અને તેનાં ભાઈ તેમજ પિતાએ ઉડાઉ જવાબ આપ્યા હતા અને જણાવ્યુ હતુ કે જે જગ્યાએ કપડાનો માલ વેચ્યો છે તે પેમેન્ટ આવશે નફા સહિત મુડી ચુકવી આપશે..      અવારનવાર વેપારી હિસાબ માંગતા ત્યારે યુવક દ્વારા સંતોષકારક જવાબ અપાતો ન હતો..જે બાદ સપ્ટેમ્બર 2020માં યુવક તેનાં પરિવારને લઈને પોતાનાં વતન ઉત્તરપ્રદેશ જતો રહ્યો હતો..જે બાદ વેપારીનાં ઘરે ક્રેડિટ કાર્ડનાં 3 લાખ 36 હજાર રૂપિયાના બાકી બીલની ચુકવણીની નોટીસ આવતા તેઓએ તપાસ કરતા જીશાન પઠાણે વેપારી કામીલખાનનાં નામે અલગ અલગ 8 બેંકોનાં ક્રેડિટ કાર્ડ કઢાવ્યા હોવાનુ અને તમામ ક્રેડિટ કાર્ડ માંથી આશરે 18 લાખ 62 હજાર જેટલી મોટી રકમ ખર્ચી હોવાનુ ધ્યાને આવ્યુ હતુ..

આમ ફેબ્રીકેશનનાં વેપારીને કાપડનાં ધંધામાં રોકાણ કરાવાનાં નામે 23 લાખ 97 હજાર અને અલગ અલગ બેંકોનાં ક્રેડિટકાર્ડમાંથી 18 લાખ 62 હજાર ખર્ચ કરી કુલ 42 લાખ 59 હજાર રૂપિયાની છેતરપીંડી આચરનાર યુવક સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે…પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…