ગુજરાતમાં ઠંડીનો ચમકારો દિવસને દિવસે વધતો જાય છે અને હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીનું જોર વધશે. રાજયના લોકોને ઠંડીના ચમકાર માટે તૈયાર રહેવા આહવાન.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી, વડોદરામાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 10.6 ડિગ્રી, અને રાજકોટમાં 8.2 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી અઠવાડિયા સુધી કોલ્ડવેવનું પ્રમાણ વધવાની શક્યતા છે, અને ઉત્તરપૂર્વથી પૂર્વ પવન ફૂંકાઈ રહ્યા છે જે તાપમાનમાં ઘટાડો કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા બન્યું ઠંડુગાર
આ પણ વાંચો: પુરૂષોની તુલનાએ મહિલાઓને કેમ ઠંડી વધુ લાગે છે, આ હોર્મોન કરે છે અસર
આ પણ વાંચો: આવતીકાલથી ઠંડીનો પારો ઊંચો જશે, હવામાન વિભાગની આગાહી
