- શ્રીનગરમાં આતંકવાદી હુમલો
- 14 પોલીસર્મીઓ થયા ઇજાગ્રસ્ત
- 5 જવાનોની હાલત અતિ ગંભીર
આતંકવાદીઓએ આજે સોમવારે સાંજે શ્રીનગરના બહારના ભાગમાં ઝેવાનમાં પોલીસ કેમ્પની નજીક પોલીસ બસ પર હુમલો કર્યો, સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું કે, આતંકવાદીઓએ સશસ્ત્ર પોલીસ બટાલિયન નજીક બસ પર ભારે ગોળીબાર કર્યો છે.
સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો કર્યો. આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા છે જેમાંથી 5 ની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સૈનિકોની બસ બુલેટ પ્રૂફ નહોતી, પાસે કોઈ હથિયાર પણ નહોતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ જવાનો પર હુમલો કર્યો જ્યારે તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા. બાદમાં હોસ્પિટલમાં ચાર જવાનોના મોત થયા હતા.
આતંકવાદીઓ બે મોટર સાયકલ પર સવાર હતા અને તેઓએ પોલીસ બસની બંને બાજુએથી સતત ગોળીઓ વરસાવી હતી, જેમાં 14ને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં આમાંથી 4 મૃત્યુ પામ્યા.
એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ગોળીબારમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી પાંચની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
Jammu & Kashmir: An incident of firing reported in Zewan area of Srinagar. Details awaited.
— ANI (@ANI) December 13, 2021
તેમણે કહ્યું, ‘તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે.
#Terrorists fired upon a police vehicle near Zewan in Pantha Chowk area of #Srinagar. 14 personnel #injured in the attack. All the injured personnel evacuated to hospital. Area cordoned off. Further details shall follow. @JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) December 13, 2021
શ્રીનગરમાં પોલીસકર્મીઓની બસ પર હુમલો આ પ્રકારનો પહેલો છે, જ્યારે નેશનલ હાઈવે પર આવા હુમલા ભૂતકાળમાં થતા રહ્યા છે, જ્યારે 10 જુલાઈ 2017ના રોજ આતંકવાદીઓએ અમરનાથ યાત્રીઓને લઈ જઈ રહેલા વાહન પર આવો જ હુમલો કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આજે અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. વાસ્તવમાં સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેથમાં આતંકવાદીઓની હાજરી જોવા મળી રહી છે. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને જવાબમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એ વાત જાણીતી છે કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે. રવિવારે જ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. માર્યો ગયો આતંકવાદી સમીર અહેમદ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો.
પેપર લીક / ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ
વડોદરા / ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ
