શ્રીલંકામાં એક વેપારીના ઘરમાંથી કૂવાના ખોદકામ દરમિયાન વિશ્વનો સૌથી મોટો નીલમ મળી આવ્યો છે. જેની કિંમત ચોંકાવનારી છે. વિશાળ અને અમૂલ્ય નીલમનું વજન લગભગ 510 કિલો છે, તેની કિંમત આશરે સાડા સાત અબજ રૂપિયા ($100 મિલિયન) હોવાનો અંદાજ છે. શ્રીલંકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે શ્રીલંકાના રત્નાપુરા વિસ્તારનો છે. અહીં કિંમતી રત્નોના વેપારી ડો.ગામગેના ઘરની પાછળ કૂવો ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક આ નીલમ મળી આવ્યો છે. 25 લાખ કેરેટની આ હરાજીનું વજન લગભગ 510 કિલો છે. ડો. ગામગેના જણાવ્યા અનુસાર, “તેમના ઘરમાં કૂવો ખોદતી વખતે, જ્યારે કામદારોએ કંઈક ચમકદાર જોયું, તો તેઓએ મને તેના વિશે જાણ કરી.

નિષ્ણાતોએ આ નીલમને ‘Serendipity Sapphire’ નામ આપ્યું છે. જેનો અર્થ થાય છે ‘નસીબ દ્વારા મળેલ નીલમ’. પ્રખ્યાત રત્નશાસ્ત્રી ડૉ. જૈમિની જોયસાએ કહ્યું, “મેં આ પહેલાં આટલો મોટો નીલમ ક્યારેય જોયો નથી. તે 400 મિલિયન વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હશે.” ઉપરાંત, નિષ્ણાતો માને છે કે આ નીલમ શ્રીલંકાના રત્ન ઉદ્યોગ માટે સંજીવનીનું કામ કરી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનને કારણે અહીંના રત્ન ઉદ્યોગને ગયા વર્ષથી ઘણું નુકસાન થયું છે. રત્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આશા વ્યક્ત કરી હતી કે અહીં જોવા મળેલો આ નીલમ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ખરીદદારોને શ્રીલંકાના રત્ન ઉદ્યોગ તરફ આકર્ષવાનું કામ કરશે.
પેપર લીક / ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ
વડોદરા / ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ
શ્રીનગર / પોલીસ જવાનની બસ પર આતંકવાદી હુમલો, 14 પોલીસર્મીઓ થયા ઇજાગ્રસ્ત
