Iran News/ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનો વળતો જવાબ,, યુદ્ધનો તણાવ ચરમસીમાએ

ડોનાલ્ડ ટ્રમ્પએ (Trump Threat) ઈરાનને અલ્ટીમેટમ આપ્યું, જ્યારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ કડક જવાબ આપ્યો. યુદ્ધનો તણાવ વધ્યો.

Top Stories World Breaking News
Trump Threat

Iran News:આજે ઈરાન-અમેરિકા ઇઝરાયલ યુદ્ધનો 39મો દિવસ છે. જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે અને ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ કરાર કરવાનો ઇનકાર કરે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેના પાવર પ્લાન્ટ અને પુલોનો નાશ કરવાની ધમકી  (Trump Threat)આપી છે. ટ્રમ્પે ઈરાનને મંગળવારે રાત્રે 8 વાગ્યા (ભારતીય સમય મુજબ બુધવાર સવારે 5:30 વાગ્યા) સુધીનો સમય આપ્યો છે. જોકે, ઈરાને આ યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જો અમેરિકા ઈચ્છે તો તે રાતોરાત ઈરાનનો નાશ કરી શકે છે. ઈરાની સૈન્યએ ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો છે.

 ટ્રમ્પની ધમકી પર (Trump Threat) ઈરાની લશ્કરી સેનાનો વળતો પ્રહાર

ઈરાની લશ્કરના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ ટ્રમ્પની ધમકીનો (Trump Threat) બદલો લીધો છે. ઝોલ્ફાઘરીએ કહ્યું, “આ યુદ્ધ રાષ્ટ્રપતિ ટ્રમ્પના અભદ્ર વાણી-વર્તન અને ઘમંડથી ભડકી રહ્યું છે, અને તેનો હેતુ અમેરિકન લશ્કરી નિષ્ફળતાઓને ન્યાયી ઠેરવવાનો છે.

ટ્રમ્પની ધમકીઓનો (Trump Threat) યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ સામે ચાલી રહેલા આક્રમક અને નિર્ણાયક અભિયાનો પર કોઈ પ્રભાવ પડશે નહીં, અને આવા વાણી-વર્તન મધ્ય પૂર્વમાં અમેરિકાની હારની ભરપાઈ કરશે નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના દરેક પગલા તેમના પાછલા હારમાં બીજી હાર ઉમેરશે.”

શું ઈરાન પર સૌથી મોટો હુમલો થશે?

આ દરમિયાન, યુએસ યુદ્ધ સચિવ (સંરક્ષણ પ્રધાન) પીટ હેગસેથે ઈરાનને એક મોટી ધમકી આપી છે. હેગસેથે જણાવ્યું છે કે આજે ઈરાન પર સૌથી મોટો હુમલો થશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના પાવર પ્લાન્ટ, તેલ ભંડાર અને પુલોને નિશાન બનાવી શકે છે, આ ધમકી યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહેલાથી જ આપવામાં આવી છે.


આ પણ વાંચો:ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તેહરાન યુનિવર્સિટી પર હવાઈ હુમલો

આ પણ વાંચો:ઈરાનમાં 48 કલાકથી ફસાયેલા અમેરિકન પાયલટનું સુરક્ષિત રેસ્ક્યુ

આ પણ વાંચો:ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, ઈરાની નેતાઓના સંબંધીઓને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવશે