અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડન ચર્ચામાં છે. હકીકતમાં, તેમણે કેપિટોલ હિલ પર સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડૌગ એમ્હોફને KISS કરી હતી. બંનેએ એકબીજાના હોઠ પર KISS કરી હતી. આ સીન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જિલ બાયડન જાંબલી રંગના પોશાક પહેરીને સ્થળ પર પહોંચ્યા અને ત્યાં હાજર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિકના પતિ ડૌગ એમ્હોફે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન બંનેએ એકબીજાના હોઠ પર KISS કરી હતી.
Um, why did Jill Biden and Kamala Harris' husband kiss each other on the lips? pic.twitter.com/mJyzrhjv2z
— Caleb Hull (@CalebJHull) February 8, 2023
રાષ્ટ્રપતિ બાયડન મંગળવારે રાત્રે યુએસ કેપિટોલમાં તેમના બીજા ‘સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ’ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, કિસનો આ વીડિયો વાયરલ થતાં જ લોકો તરફથી અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ આવવા લાગી.
રાષ્ટ્રપતિ જો બાયડને અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ‘સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ’ દ્વારા જનતાને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ બંદૂકની હિંસા, અમેરિકી અર્થવ્યવસ્થા, ચીન અને સોશિયલ મીડિયા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાનું વલણ રજૂ કર્યું.
આ પણ વાંચો:મહિલાઓ જેલમાં પતિઓને મોકલતી હતી નગ્ન તસવીરો, ફેસબુક દ્વારા પર્દાફાશ
આ પણ વાંચો:તુર્કી ભૂકંપનો મૃત્યુઆંક 8,000ને અને ઇજાગ્રસ્તોનો આંક 50,000ને વટાવી ગયો
આ પણ વાંચો: તુર્કીમાં ભૂકંપની તબાહી બાદ બંદર પર લાગી ભીષણ આગ
આ પણ વાંચો: હવે પાકિસ્તાનનું શું? 130 બિલિયન ડોલરનું થયું દેવું
