Not Set/ ઉલટી ગણતરી શરુ થઇ ગઈ છે: માયાવતીના મોદી સરકાર પર પ્રહાર

બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પાર્ટી સુપ્રીમો માયાવતીએ મોદી સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા. મોદી સરકારના ૪ વર્ષ પુરા થવાના અવસર પર માયાવતીએ કહ્યું કે સરકાર બધાજ મોર્ચે નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે બીજેપીના પોતાના નેતોજ તેમનાથી નારાજ છે, એમની ઉંધી ગણતરી શરુ થઇ ગઈ છે. […]

Top Stories India

બહુજન સમાજ પાર્ટી(બીએસપી)ના રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પાર્ટી સુપ્રીમો માયાવતીએ
મોદી સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા. મોદી સરકારના ૪ વર્ષ પુરા થવાના અવસર પર માયાવતીએ કહ્યું કે સરકાર બધાજ મોર્ચે
નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે બીજેપીના પોતાના નેતોજ તેમનાથી નારાજ છે, એમની ઉંધી ગણતરી શરુ થઇ ગઈ છે.

હાલમાં પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા ભાવ વધારાને લઈને માયાવતીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ પ્રેસ
કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના બધા કામ ને ઐતિહાસિક ગણાવે છે, એટલે મને લાગે છે કે એમની
સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક વૃદ્ધિ થઇ છે.

એમણે આગળ જણાવ્યું કે ૪ વર્ષમાં સરકારે ગરીબો અને દલિતોનું ઉત્પીડન જ કર્યું છે, તેમ છતાં પણ સફળ થવાનો દાવો કરે છે. આ
સરકાર સફેદ જુઠ બોલવાવાળી સરકાર છે. સરકારના લોકો અણધડ નિવેદનબાજી કરે છે અને બીજેપી પાર્ટી પોતાના નેતાઓનું જ
સાંભળતી નથી, આ જ કારણ છે કે કેન્દ્ર માં એનડીએના સહયોગી દળો અલગ થઇ રહ્યા છે.

એમણે કહ્યું કે આ બધું સાબિત કરે છે કે બીજેપીના નેતૃત્વવાળી કેન્દ્રની આ સરકારનો ૪ વર્ષનો કાર્યકાળ નિષ્ફળ રહ્યો છે. હવે તેમની ઉલટી ગણતરી શરુ થઇ ગઈ છે. માયાવતીએ જણાવ્યું કે પાર્ટી અધિવેશનમાં આગામી વિધાનસભા ચુંટણી અને ૨૦૧૯ લોકસભા ચુંટણીમાં સારા પરિણામની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.