MANTAVYA Vishesh/ રાજ્યમાં UCCનો શું પાછલા બારણે થશે અમલ?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) આ નામ જ્યારથી આવ્યું ત્યારથી વિવાદમાં છે. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને ઉત્તરાખંડમાં તેનો અમલ પણ થવા લાગ્યો છે. જ્યારે ગુજરાત તેના અમલની તૈયારી કરી રહ્યું છે. હવે તેની સાથે એક નવો જ વિવાદ જોડાયો છે. વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને UCC કોડના ફોર્મ ભરવા આવ્યા છે.

Mantavya Vishesh

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) આ નામ જ્યારથી આવ્યું ત્યારથી વિવાદમાં છે. આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને ઉત્તરાખંડમાં તેનો અમલ પણ થવા લાગ્યો છે. જ્યારે ગુજરાત તેના અમલની તૈયારી કરી રહ્યું છે. હવે તેની સાથે એક નવો જ વિવાદ જોડાયો છે. વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને UCC કોડના ફોર્મ ભરવા આવ્યા છે.

આ ફોર્મ ભરવાને લઈને વાત પૂરી થઈ જતી નથી. તેની સાથે તેમ પણ જણાવાયું છે કે જો તે આ ફોર્મ ભરીને નહીં આપે તો તેને પરીક્ષામાં નહીં બેસવા દેવાય તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યો છે. આમ આ પાછું એક નવું જ ગતકડું નીકળ્યું છે. શું સરકારે આ પ્રકારે આવા કોઈ ફોર્મ જારી કર્યા છે અથવા તો તંત્ર UCC રજૂ કરતાં પહેલાં સ્થાનિક મુસ્લિમોમાં જાણે તેનું સર્વેક્ષણ કરાવી લેવા માંગે છે તેવો સવાલ ઉદભવે છે.

સ્વાભાવિક રીતે UCC નો અમલ કરવા માટે આ રીતે શાળાકીય સ્તરથી વાલીઓ પાસે સહી કરાવીને તંત્ર પુરવાર શું કરવા માંગે છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ કવાયત શેના માટે છે, તેનો અર્થ શું છે. કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર કે જણાવ્યા વગર કે ધાકધમકી આપીને આ પ્રકારની કાર્યવાહી કરી શકાય ખરી. આ સિવાય ફોર્મ ન ભર્યું તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાય  તેવી ધાકધમકી કઈ રીતે કોઈને આપવામાં આવી શકે.

હવે જો સરકારે આ પગલું ભર્યું નથી તો પછી સરકારની સમર્થક સ્કૂલોના સંચાલકો આ પ્રકારનું પગલું UCC અંગેનું પગલું ભરવા માટે મેદાનમાં ઉતરી આવ્યા છે. આ પ્રકારનું પગલું ભરવાની સત્તા તેમને કઈ રીતે મળી અને કોણે આપી તે પણ મોટો સવાલ છે. આ આખી બાબત જ ચિંતાજનક છે. કોઈનું આ કાયદા સાથે ગમે તેટલું સમર્થન હોય, પરંતુ બીજાને તે મનાવવા માટે તે આ પ્રકારની કાર્યપદ્ધતિનો કઈ રીતે આશરો લઈ શકે તે મોટો સવાલ છે. સામાજિક કાર્યકરે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને નગરપાલિકા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને સમિતિના ચેરમેનને રજૂઆત કરી હતી.

આ આખા બનાવ પર પ્રકાશ પાડતા સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી અસ્ફાક મલેકે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પશ્ચિમ વિસ્તારમાં આવેલી ડો. હેગડેવાર પ્રાથમિક શાળા, હરીપુરા, તાંદલજા પ્રાથમિક શાળા, અકોટા પ્રાથમિક શાળા અને વાસણા પ્રાથમિક શાળા હરિનગર દ્વારા વિદ્યાર્થીઓને 13 પ્રશ્નો સાથેનું સમાન સિવિલ કોડ (UCC)નું ફોર્મ આપવામાં આવ્યું હતું.

તેમણે શાળાના સત્તાવાળાઓ પર આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ફોર્મમાં વાલીની સહી અને મોબાઇલ નંબર લાખીને પરત કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે જો આ ફોર્મ પર વાલીની સહી અને મોબાઇલ નંબર લખીને પરત કરવામાં નહીં આવે તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.

સામાજિક કાર્યકરનો આક્ષેપ છે કે સમાન સિવિલ કોડ લાવવા માટે સરકારે સરકારી એજન્સીઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધો છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ તો હજી પશ્ચિમ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત છે અને આ વાતમાં તથ્ય હશે તો આગળ અમે પગલાં લઈશું.  આ ઉપરાંત હવે અમે બીજી સ્કૂલોમાં પણ આ બાબત અંગેની સ્થિતિની ચકાસણી કરીશું.

જો કે સામાજિક કાર્યકરના આ આક્ષેપ સામે સરકારે હાથ ખંખેરી નાખ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈ અને શાસનાધિકારી શ્વેતા પારઘીએ જણાવ્યું હતું કે અમારી સમિતિની કોઈપણ શાળામાં UCCના ફોર્મ ભરવા આવ્યા નથી. આવી કોઈ સૂચના અમને મળી નથી. આમ છતાં આવું કંઈપણ હશે તો તેની તપાસ કરવામાં આવશે અને વાત સાચી ઠરશે તો કાર્યવાહી કરવામાં આવશે.

સામાજિક કાર્યકરનો આક્ષેપ હતો કે આ ફોર્મ બધાને નહીં પણ પહેલાથી આઠમા ધોરણ સુધી ભણતા ફકત મુસ્લિમ વિદ્યાર્થીઓને જ આપવામાં આવ્યા હતા. પશ્ચિમ વિસ્તારની ચાર સ્કૂલોમાં આ ફોર્મ આપ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

આ ઘટનાક્રમે એક નવી જ બાબત પર પ્રકાશ પાડ્યો છે. તંત્ર શું પરોક્ષ રીતે મુસ્લિમોની જાણ બહાર તેમનું સમર્થન મેળવવા માંગે છે. શું UCC અંગે સંમતિ મેલવવા માટે મુસ્લિમો પર પરોક્ષ રીતે દબાણ કરવામાં આવી રહ્યુ છે. સરકારી સ્કૂલોમાં ભણતા મુસ્લિમ બાળકોને આગળ ધરીને મુસ્લિમો પાસેથી UCC અંગે સંમતિ મેળવવાનો મોડેલ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તેનો ભવિષ્યમાં બીજે પણ અમલ કરી શકાય.

 

આ ઉપરાંત સરકાર ગુજરાતમાં તંત્ર આ કાયદાનો અમલ કરતાં પહેલાં લઘુમતીઓમાં તેને લઈને ચાલતી સ્થિતિનો ક્યાસ મેળવવા માંગે છે. આ સિવાય તેનો ક્યાં-ક્યાં વિરોધ થઈ શકે છે તેની ચકાસણી કરવા માંગે છે તેવા અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. ગુજરાતમાં શું તંત્ર પાછલા બારણા યુસીસી લાદવાનું છે તેવું પણ ઘણા લોકો માનવા લાગ્યા છે. હજી તો તેના માટે નીમવામાં આવેલી સમિતિનો રિપોર્ટ આવ્યો નથી તે પહેલાં મુસ્લિમોની સંમતિ પાછલા બારણેથી મેળવી લેવા માટે આ પ્રકારની કવાયત આરંભી દેવાઈ હોવાનું ઘણાને લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?

આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો

આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત