Rakshabandhan/ રક્ષાબંઘન પર ન્યાયાધીશ શનિદેવનો બનશે શક્તિશાળી યોગ, આ રાશિઓ માટે આવશે સોનેરી સમય, કારકીર્દિ-વ્યવસાયમાં વૃદ્ધિનો યોગ

આવી સ્થિતિમાં શનિ અને અરુણ (Urenus planet) ગ્રહ સાથે મળીને મંગળ નવપંચમ રાજયોગ તથા પ્રતિયુતિ બનાવશે, જેની અસર 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ પ્રકારે અવશ્ય જોવા મળશે.

Religious Rashifal Trending Dharma & Bhakti

Religious: વૈદિક જયોતિષ શાસ્ત્ર અનુસાર, નવ ગ્રહો એક નિશ્ચિત સમય અવધિ બાદ રાશિ પરિવર્તન કરવા ઉપરાંત, પોતાની સ્થિતિમાં પણ ફેરફારો કરે છે, જેને કારણે શુભ-અશુભ યોગોનું નિર્માણ થાય છે. આ ક્રમમાં ગ્રહોના સેનાપતિ મંગળની વાત કરીએ તો આ સમયે મંગળ, સિંહ રાશિમાં કેતુની સાથે યુતિ કરી રહ્યાં છે અને 28 જુલાઇના રોજ તે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિ અને અરુણ (Urenus planet) ગ્રહ સાથે મળીને મંગળ નવપંચમ રાજયોગ તથા પ્રતિયુતિ બનાવશે, જેની અસર 12 રાશિઓના જીવન પર કોઇ ને કોઇ પ્રકારે અવશ્ય જોવા મળશે. રક્ષાબંઘનના દિવસે આ શુભ યોગોનું નિર્માણ થવાથી ત્રણ રાશિઓને દરેક ક્ષેત્રમાં આપાર સફળતા મળવાની સાથોસાથ અપાર ધનલાભ પણ થઇ શકે છે. તો આવો જાણીએ, આ નસીબવંતી રાશિઓ વિશે. વૈદિક જયોતિષ શાસ્ત્ર અનુસાર, 9 ઑગસ્ટના દિવસે સવારે 12 વાગીને 10 મિનિટે, મંગળ અને અરુણ (Urenus planet) એકબીજાથી 120 ડિગ્રીના અંતરે હશે, જેથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ સાથે જ, આ શુભ દિવસે સવારે 8 વાગીને 18 મિનિટ પર મંગળ અને શનિ એકબીજાથી 180 ડિગ્રીના અંતરે રહેશે. જેને કારણે પ્રતિયુતિનું નિર્માણ થશે, ગ્રહોની આ સ્થિતિ કેટલીક રાશિઓના જાતકોને ઘણી જ લાભદાયક સિદ્ધ થશે.

મેષ રાશિ (Aries Zodiac)
આ રાશિના જાતકો માટે શનિ, અરૂણ (Urenus planet) અને મંગળની નવપંચમ તથા પ્રતિયુતિ રાજયોગનું નિર્માણ ઘણું જ અનુકૂળ સિદ્ધ થશે. આ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. પરંતુ, શનિ વક્રી થવાને કારણે એનો પ્રભાવ ઘણો ઓછો થઇ જશે. આ સાથે જ જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનો અંત આવી શકે છે. બિનજરુરી ખર્ચથી છૂટકારો મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં ચાલી રહેલાં અણબનાવો પર પૂર્ણવિરામ આવી શકે છે. વિદેશ સંબંધી બાબતોમાં તમને લાભ થઇ શકે છે. જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે.

મિથુન રાશિ (Gemini Zodiac)
મંગળ અને શનિનો પ્રતિયુતિ યોગ તથા મંગળ અને અરુણનો રાજયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થશે. આ રાશિના 10મા સ્થાનમાં શનિ વક્રી છે, આવી સ્થિતિમાં શનિ તમારા કાર્યક્ષેત્રમાં અવશ્ય પરિવર્તન લાવે છે. આ ઉપરાંત, મંગળ તમારા છઠ્ઠા ઘરનો સ્વામી બને છે, આ એ સ્થાન છે જેનાથી આપણે નવીન યોજનાઓ તથા પડકારોનો વિચાર કરીએ છીએ. મંગળની દ્રષ્ટિ શનિ પર પડવા જઇ રહી છે, આવી પરિસ્થિતિમાં જાતકના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. વળી શનિની ત્રીજી દ્રષ્ટિ તમારા 12મા સ્થાન પર પડશે. આના પરિણામસ્વરુપ, તમારા કોઇ પણ પ્રકારના જૂના રોગ, દેવાં, કૉર્ટ કેસ વગેરેમાં તમને લાભ મળી શકે છે. વળી, કોઇ નવી જગ્યાએ સારી નોકરીની તકો પણ અવશ્ય મળશે એવી સંભાવના છે. મંગળ અને શનિ, બંને ગ્રહો સ્થાનાંતર તથા યાત્રાના યોગોનું નિશ્ચિતરુપે નિર્માણ કરશે એવું સ્પષ્ટ જણાય છે.

મીન રાશિ (Pisces Zodiac)
અત્રે જણાવી દઇએ કે, મીન રાશિના જાતકોના જીવનમાં શનિની સાડાસાતીનું દ્વિતીય ચરણ ચાલી રહ્યું છે. પરંતુ રક્ષાબંધને શનિ વક્રી અવસ્થામાં આવશે. એવામાં જાતકના જીવનમાં નકારાત્મક ફળોમાં કંઇક અંશે કમી જોવા મળી શકે છે. આ સમય અવધિમાં તમે કરેલી મહેનતનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં પણ ઘણો લાભ મળી શકે છે. સંપત્તિ, વેપાર-ધંધો, નોકરી, પરિવાર કે પછી બાળકોનું શિક્ષણ- ગમે તે બાબત હોય કે જેમાં અત્યાર સુધી તમે નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ અનુભવતા હતા એમાંથી હવે બહાર નીકળી શકશો. શનિ તમારા લગ્નભાવને મજબૂત કરશે જેથી તમારા વ્યક્તિત્વમાં દ્રઢતા અને મજબૂતી આવશે અને આ બાબતો અંગે તમે નિર્ણયો લઇ શકશો. તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે. આ ઉપરાંત, સોશિયલ મિડિયા થકી વિદેશ સાથે જોડાઇને જો તમે કોઈ કાર્ય અથવા વ્યવસાય શરુ કરવા ઇચ્છો છો તો એમાં તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક