Gujarat Local Body Election 2026/ 1 મિલિયન ફોલોઅર્સ વાળા ઈન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ભાજપે આપી ટિકિટ

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે પોર બેઠક પરથી 1 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતા Ankita Parmarને ટિકિટ આપી. અંકિતા પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે.

Gujarat Vadodara Trending
Vadodara Ankita Parmar BJP Ticket

Vadodara Ankita Parmar BJP Ticket: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પંચાયત ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. આ જ કડીમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદીમાં એક એવું ‘સરપ્રાઈઝ’ નામ સામે આવ્યું છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપે સોશિયલ મીડિયા પર 1 મિલિયન (10 લાખ) થી વધુ ફોલોઅર્સ ધરાવતા યુવા નેતા અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Vadodara Ankita Parmar BJP Ticket

કોણ છે Ankita Parmar અને ક્યાંથી મળી ટિકિટ?

વડોદરાની પોર બેઠક પરથી ભાજપે અંકિતા પરમાર પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ આપી છે. અંકિતા માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ વાસ્તવિક રાજકારણમાં પણ ખાસ્સા સક્રિય છે. તેઓ વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.

જ્યારે વડોદરા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો નિમાયા હતા અને તેમાં યુવા ચહેરા તરીકે અંકિતા પરમારને પ્રમુખપદની કમાન સોંપાઈ, ત્યારે તેઓ પહેલીવાર મોટા પાયે ચર્ચામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપના આ નિર્ણયને લોકોએ ખૂબ આવકાર્યો પણ હતો.

‘ગંગુબાઈ’ ની રીલ થઈ હતી વાયરલ

ઈન્સ્ટાગ્રામ પર અંકિતા પરમારનો જલવો કોઈ ફિલ્મ અભિનેત્રીથી ઓછો નથી. તેમના 1 મિલિયન કરતા પણ વધુ ફોલોઅર્સ છે. તેઓ સતત પોતાની આકર્ષક તસવીરો અને રીલ્સ (Reels) પોસ્ટ કરતા રહે છે, જે જોતજોતામાં વાયરલ થઈને લાખો વ્યુઝ બટોરી લે છે.

ખાસ કરીને, આલિયા ભટ્ટની હિટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ના ડાયલોગ – “ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ… ન MLA સે ન મંત્રી સે… ન કિસી કે બાપ સે…” પર તેમણે બનાવેલી શાનદાર રીલ સોશિયલ મીડિયામાં ભારે પોપ્યુલર બની હતી.

Vadodara Ankita Parmar BJP Ticket

‘મારું લક્ષ્ય છેવાડાના લોકોની સેવા કરવાનું છે’

સોશિયલ મીડિયા સ્ટારથી લઈને તાલુકા પંચાયત પ્રમુખ અને હવે જિલ્લા પંચાયતની ચૂંટણી સુધીની અંકિતા પરમારની આ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. પોતાના વિઝન અંગે વાત કરતા અંકિતા સ્પષ્ટપણે માને છે કે, “હાલ મારું એકમાત્ર લક્ષ્ય વડોદરા તાલુકાના છેવાડાના લોકોની નિઃસ્વાર્થ સેવા કરવાનું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવી એ જ મારો ઉદ્દેશ્ય છે.”

હવે જોવાનું એ રહેશે કે, સોશિયલ મીડિયા પર લાખો લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવનાર અંકિતા પરમારનો જાદુ ઈવીએમ (EVM) મશીન અને લોકોની વોટબેંક પર કેટલો ચાલે છે!


આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર