Lifestyle: વિટામિન D (Vitamin D) આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી છે. આજે તમને એવા 4 ફૂડ (Food) વિશે જણાવવા જઇ રહ્યાં છીએ કે, જેમાં ભરપૂર માત્રામાં વિટામિન D હાજર હોય છે. આ આહાર (Diet) આપણા શરીરની Vitamin Dની ઉણપ (deficiency)ને દૂર કરવામાં મદદ કરે છે અને એટલું જ નહિં પરંતુ, હાડકાં (Bones)ને મજબૂત બનાવે છે.
વિટામિન D (Vitamin D)ની ઉણપ માટે આ ફૂડને ડાયેટમાં કરો સામેલ
વિટામિન D (Vitamin D) આપણા શારીરિક સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત આવશ્યક ઘટક છે. સામાન્યતયા: એ આપણને સૂર્યપ્રકાશ દ્વારા પ્રાપ્ત થાય છે. પરંતુ, આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને તડકે (Sunlight) બેસવાનો સમય ક્યાં છે? આને કારણે શરીરમાં ઊભી થતી વિટામિનની કમીની આપૂર્તિ માટે લોકો વિટામિન Dના સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. કદાચ તમે જાણતા નહિં હો કે આહારની કેટલીક વિશેષ ચીજવસ્તુઓને ડાયેટમાં સામેલ કરવાથી પણ શરીરને સારું એવું વિટામિન D પ્રદાન કરે છે. આ ખોરાકમાં પ્રોટીન, હૅલ્ધી ફેટ અને મિનરલ્સ (Protein, healthy fats, and minerals) પણ હોય છે જે આ વિટામિનને શરીરમાં ઉચિત રીતે અવશોષિત (Absorb) કરવામાં સહાયક સિદ્ધ થાય છે.

ફોર્ટિફાઇડ દૂધ અને દહીં
ફોર્ટિફાઇડ દૂધ અને દહીં (Fortified Milk & Curd)ના એક કપમાં આશરે 100 થી 120 IU વિટામિન D હોય છે. આ માત્રા તમને ભલે ઓછી લાગે પણ એનું પ્રતિદિન સેવન કરવાથી એની અસર ધીમે-ધીમે વર્તાય છે. દૂધમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન બંને મળીને હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તડકે ઉગાડેલા મશરુમ
તડકા અથવા તો UV લાઇટમાં રાખેલા મશરુમ (Mushroom) પણ વિટામિન Dનો ઉત્તમ સ્ત્રોત છે. જે રીતે આપણી ત્વચા તડકામાંથી બનાવે છે એ જ પ્રકારે એ વિટામિન બનાવે છે. કેટલાક મશરુમના એક જ સર્વિંગમાંથી 200 થી 400 IU સુધી વિટામિન D મળી શકે છે. વેજીટેરિયન લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
ફૅટી ફિશ
ફૅટી ફિશ (Fatty fish) વિટામિન નો ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ ફૅટી ફિશમાંથી આશરે 400 થી 600 IU સુધી વિટામિન D પ્રાપ્ત થઇ શકે છે. આ માત્રા એક નાના ડોઝ સપ્લીમેન્ટ બરાબર હોય છે. આ ઉપરાંત, એમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે અને સોજા ઓછા કરે છે.

ઈંડાનો પીળો ભાગ
ઈંડા (Eggs)ના પીળા ભાગમાં એવા પ્રકારનું વિટામિન હોય છે જે શરીર દ્વારા સરળતાથી એબ્ઝોર્બ થઇ શકે છે. એક આખા ઇંડામાં આશરે 40 થી 50 વિટામિન મળી શકે છે. ઇંડાના પીળા ભાગમાં હાજર હૅલ્ધી ફેટ વિટામિન Dના અવશોષણને બહેતર બનાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દરેક વ્યક્તિની વિટામિન D ની જરુરિયાત ઉંમર, સ્વાસ્થ્ય અને મેડિકલ કંડિશન અનુસાર જોવામાં આવે છે. જો કોઇ વ્યક્તિને વિટામિન ની કમી હોય, કોઈ બીમારી હોય કે પછી દવા ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ વર્તવું હિતાવહ છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: દરરોજ એક સંતરુ ખાઓ, ઇમ્યુનિટી વધારો, આ છે વિટામિન સી નું પાવર હાઉસ….!!
આ પણ વાંચો: રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો? દરરોજ ખાઓ કીવી, ભરપૂર મળશે વિટામિન સી…
આ પણ વાંચો: ડુંગળીમાંથી કયું વિટામિન મળે છે? જાણો દરરોજ ખાવાથી શરીર પર થતી અસર
