ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે, જેના માટે ટીમની જાહેરાત થોડા સમયમાં કરવામાં આવશે. વનડે સીરીઝ બાદ 16 ફેબ્રુઆરીથી ભારતીય ટીમ ત્રણ મેચની T20 સીરીઝ પણ રમશે. સુત્રો અનુસાર, યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી માટે પ્રથમ વખત રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જયારે બીસીસીઆઈના એક સ્ત્રોત અનુસાર, અનુભવી આઉટ-ઓફ-ફેવર લેગ-સ્પિનર કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરેલું શ્રેણી માટે ભારતની સફેદ બોલ ટીમમાં પાછો ફર્યો છે.
Senior leg-spinner Kuldeep Yadav makes comeback to India’s white ball squad for home series against West Indies: BCCI sources
— Press Trust of India (@PTI_News) January 26, 2022
Young leg-spinner Ravi Bishnoi gets his maiden call up to national side for T20 series against West Indies
— Press Trust of India (@PTI_News) January 26, 2022
બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું, “કુલદીપ યાદવ પુનરાગમન કરી રહ્યો છે અને રવિ બિશ્નોઈ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ટીમમાં નવો ચહેરો છે. ટીમનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે અને T20માંથી બહાર કરવામાં આવ્યો છે જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બંને ટીમ સાથે જોડાશે.
કોહલી અને રવિ શાસ્ત્રીના સમયમાં કુલદીપને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી ન હતી પરંતુ હવે તે ટીમમાં ટ્રમ્પ કાર્ડ બની શકે છે. ઉલ્લેખનીય છે કે કુલદીપનું ગયા વર્ષે ઘૂંટણનું ઓપરેશન થયું હતું.
ભારતનો મર્યાદિત ઓવરનો કેપ્ટન રોહિત શર્મા ફિટ છે અને વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રણ વનડે સાથે છ મેચની સફેદ બોલની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
હેમસ્ટ્રિંગની ઈજાને કારણે રોહિત દક્ષિણ આફ્રિકામાં ભારતની ટેસ્ટ અને વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા વિરાટ કોહલીની ભૂમિકામાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ તેને ભારતના વનડે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, રોહિતની ગેરહાજરીમાં ભારતનું નેતૃત્વ કેએલ રાહુલે કર્યું હતું. જો કે તેના નેતૃત્વમાં ભારતે 3-0થી શ્રેણી ગુમાવી હતી.
