Not Set/ ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખાંધારે યોજી પ્રેસ કોન્ફરન્સ

વિશ્વના અલગ અલગ 60 દેશોના સેનીટેશન અને આરોગ્ય વિષયો સંભાળતા અધિકારીઓ અને મંત્રીઓ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ1 વર્ષ સુધી ઉજવાનું  કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હી ખાતે આજથી  2 ઓક્ટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હોવાનું ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંધારે જણાવ્યું […]

Top Stories Gujarat

વિશ્વના અલગ અલગ 60 દેશોના સેનીટેશન અને આરોગ્ય વિષયો સંભાળતા અધિકારીઓ અને મંત્રીઓ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ1 વર્ષ સુધી ઉજવાનું  કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હી ખાતે આજથી  2 ઓક્ટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હોવાનું ગ્રામ વિકાસ કમિશ્નર મોના ખંધારે જણાવ્યું હતું.

પત્રકારો પરિષદમાં વધુ માહિતી આપતાં મોના ખંધારે જણાવ્યું હતું કે, ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીનું નિદર્શન કરવા માટે અને માહિતગાર થવા માટે આજે સાંજથી  અલગ અલગ 60 દેશોના 137  લોકોનું વિદેશી ડેલીગેશન 2 દિવસ માટે ગુજરાતના મહેમાન બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત આવી રહેલા વિદેશી ડેલીગેશનની મુલાકાત અંગે વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે આજે સાંજે 8:00 વિશેષ ચાર્ટર્ડ પ્લેન દ્વારા વિદેશી મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે જેમાં 60 અલગ અલગ દેશોના 46 મંત્રીઓ અને 115 જેટલા ફોરેન ડેલિગેશનની સાથે રેગીસ્તાનના નાયબ વડાપ્રધાન ગુજરાત આવશે.

આજે આવી રહેલું આ હાઈપ્રોફાઈલ ડેલિગેશન આવતીકાલે એટલે કે 30મી સપ્ટેમ્બરે સવારે 7:30 કલાકે સાબરકાંઠાના પુંસરી ગામની મુલાકાત કરશે. જ્યાં તેઓ ગ્રામ યોજના અંતર્ગત અને નિર્મળ ગુજરાત ના અનુસંધાનમાં સેનિટેશન સુવિધા પ્રાથમિક શાળાઓ ની મુલાકાત પ્રજ્ઞા શિક્ષણ ની કામગીરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના ની મુલાકાત કરશે.

ત્યારબાદ બપોરે 12 : 15 કલાકે  ગુજરાતના ગવર્નર ઓ.પી.કોહલી દ્વારા આયોજિત ભોજન સમારંભમાં તમામ મહેમાનો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી બપોરે 2:45 કલાકે મહાત્મા મંદિર ખાતે આવેલી દાડી કુટીર ની મુલાકાત કરશે અને ત્યાંથી આ ડેલિગેશન સાબરમતી ગાંધી આશ્રમની પણ મુલાકાત કરશે અને સાંજે 7:15કલાકે દિલ્હી જવા રવાના થશે તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની મુલાકાતે આવેલા વિદેશી મહેમાનોને વેલકમ કરવા પ્રોટોકોલ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે.

આમ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે બે દિવસ માટે ગુજરાતના મહેમાન બનેલા વિદેશી મહેમાનો મહાત્મા ગાંધીની કર્મભૂમિ પર આવી ગાંધીજીવનની સઘળી વાતો ઉપરાંત ગાંધી જીવન ઝાંખી થી માહિતગાર થશે તેમ મનાઈ રહ્યું છે.