Not Set/ ગુજરાત / વકીલ યતીન ઓઝાની મુશ્કેલીમાં વધારો, HC એ ફટકારી આટલી સજા…

  ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાની મુશ્કેલીમાં વધારો થયાંના સમાચાર સામે આવી રહ્યા છે. યતીન ઓઝાને કોર્ટના અપમાન કેસમાં મંગળવારે દોષિત જાહેર કરાયા બાદ આજે તેમને ગુજરાત હાઈકોર્ટે સજા ફરમાવી છે. હાઈકોર્ટે કોર્ટના અપમાનના કેસમાં બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ  અને કોર્ટ ઉઠતા સુધીની કેદની સજા ફટકારી છે. જો, […]

Ahmedabad Gujarat
 

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાની મુશ્કેલીમાં વધારો થયાંના સમાચાર સામે આવી રહ્યા છે. યતીન ઓઝાને કોર્ટના અપમાન કેસમાં મંગળવારે દોષિત જાહેર કરાયા બાદ આજે તેમને ગુજરાત હાઈકોર્ટે સજા ફરમાવી છે.

હાઈકોર્ટે કોર્ટના અપમાનના કેસમાં બાર એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને બે હજાર રૂપિયાનો દંડ  અને કોર્ટ ઉઠતા સુધીની કેદની સજા ફટકારી છે. જો, દંડ ભરવામાં ના આવે તો બે મહિનાની જેલ ની સજા ફરમાવી છે.

નોધનીય છે કે, યતીન ઓઝાએ ફેસબુક પર પ્રેસ કોન્ફરન્સ યોજી હાઈકોર્ટના વહીવટી વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને અગાઉ તેમનું સિનિયર કાઉન્સિલનું પદ છીનવી લેવામાં આવ્યું છે.

લોકડાઉન દરમિયાન હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં સુનાવણી મામલે યતીન ઓઝાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. વગદાર લોકોના કેસને સાંભળવામાં પ્રાયોરિટી અપાય છે અને સામાન્ય લોકોના કેસ મુકવામાં આવે તો જજનું વલણ કડક છે તમે ધાર્યું પરિણામ નહીં મેળવી શકો. ઓઝાએ ફેવરેટિઝમ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હાઈકોર્ટ ચીફ જસ્ટિસ વિક્રમનાથે યતીન ઓઝાના આક્ષેપની ચકાસણી માટે ત્રણ જજની પેનલ બનાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ સુઓમોટો કન્ટેમ્પટ પિટિશન કરી હતી. એક મહિના અગાઉ યતીન ઓઝાએ બિનશરતી માફી માગી હવે ભૂલ નહીં થાય તેવી રજૂઆત કરી હતી. આમ છતાં તેમની માફીની અરજી માન્ય રાખવામાં આવી ન હતી.

યતીન ઓઝા સુઓમોટો કન્ટેમ્પટ પિટિશન પર સ્ટે મેળવવા માટે સુપ્રીમ કોર્ટ ના દરવાજા પણ ખખડાવી આવ્યા છે. જો કે, તેમાં તેમને સફળતા મળી ન હતી. સિનિયર કાઉન્સિલનું પદ ગુમાવ્યા બાદ તેમને અદાલતની અવમાનના બદલ દોષિત જાહેર કરાયા છે.

નોધનીય છે કે, યતીન ઓઝા ભાજપના ધારાસભ્ય તરીકે સાબરમતી બેઠક પરથી વર્ષ 1995 અને 2001માં એમ બે વખત વિજયી રહ્યા છે. બાદમાં ભાજપમાંથી રાજીનામું આપી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને મણીનગર વિધાનસભા બેઠક પર તત્કાલીન CM નરેન્દ્ર મોદી  સામે ચૂંટણી પણ લડ્યા હતા. વર્ષ 2012માં યતીન ઓઝા ભાજપમાં પાછા ફર્યા હતા અને ત્યારબાદ દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં આપ પાર્ટીમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.