પત્રકારત્વ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર રવિશ કુમારને એકવાર ફરીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ વખતનો તેમને વર્ષ 2019 ના ‘રેમન મેગ્સેસે’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. રવિશ કુમારને આ સમ્માન હિન્દી ટીવી પત્રકારત્વમાં યોગદાન માટે પળ્યું છે.
રેમન મેગ્સેસેને એશિયા નોબેલ એવોર્ડ પણ કહેવામ અવાવે છે. જણાવી દઈએ કે રેમન મેગ્સેસે એવોર્ડ એશિયાના લોકો અને સંસ્થાઓ તેના ક્ષેત્રમાં વિશેષ રૂપે નોંધપાત્ર કાર્ય પર આધારિત છે. તે ફિલિપિન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે.
https://twitter.com/MagsaysayAward/status/1157122862110502912
પ્રશસ્તિ પત્રમાં 44 વર્ષના કુમારને ભારતના સૌથી પ્રભાવી ટીવી પત્રકારોમાંથી એક ગણવામાં આવ્યા છે. તેઓ એનડીટીવી ઈન્ડિયાના સીનિયર કાર્યકારી સંપાદક છે.
તેમનું નામ તે પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પ્રશસ્તિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘ રવીશ કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ સામાન્ય લોકોની વાસ્તવિક, અગાઉ ન કહેવાયેલી સમસ્યાઓને ઉઠાવે છે.’
રવિશ કુમાર આ એવોર્ડ મેળવનારા છઠ્ઠા પત્રકાર છે. આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડના ચાર અન્ય વિજેતાઓમાં મ્યાંમાના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપાઇજિત, ફિલીપાઇન્સના રૈયમુંડો પુજંતે કાયાબાયએબી અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ કી સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
