- મહેસાણામાં વિપુલ ચૌધરીને ફરી એકવાર ઝટકો
- પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં પેનલની હાર
- વિપુલ ચૌધરીની પેનલની થઇ કારમી હાર
- 575 મતદારોમાંથી 552નું થયું હતું મતદાન
- અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીની પેનલ હતી સામસામે
- વિપુલ ચૌધરીની પેનલના સુપડા સાફ
- અશોક ચૌધરીની પેનલનો થયો વિજય
- અશોક ચૌધરીના ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાયા
મહેસાણામાં હાલ વિપુલ ચૌધરીની ધરપકડ બાદ માહોલ ગરમાયો છે, ત્યારે પામોલ દૂધ મંડળીના પરિણામ સામે આવતા વિપુલ ચૈાધરીને મોટો ફટકો પડ્યો છે. વિપુલ ચૌધરીની પેનલની પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં કારમો પરાજ્ય થયો છે. વિપુલ ચૌધરી પેનલની હાર થઇ છે, જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર છે. આ ચૂંટણીમાં 552નું મતદાન થયું હતું. આ પામોલ દૂધ મંડળીમાં અશોક ચૈાધરી અને વિપુલ ચૈાધરી સામસામે હતા. .આ ચૂંટણીમાં વિપુલ ચૌધરીના સુપડા સાફ થઇ ગયા હતા. અશોક ચૌધરીના ઉમેદવાર ભારે બહુમતીથી ચૂંટાયા છે.
