- સુરતમાં શાળા કોલેજોમાં કોરોના ટેસ્ટિંગ
- 2991 ટેસ્ટ એક દિવસમાં કરવામાં આવ્યા
- લીંબાયત,અઠવા ઝોનની સ્કૂલમાંથી 5 કેસ પોઝિટિવ
- ગાંધી એન્જિ.ના કોલેજના પ્રોફેસરને કોરોના
- 7 દિવસ માટે ગાંધી કોલેજ બંધ કરવામાં આવી
- શહેરમાં સ્કૂલ-કોલેજોમાં ટેસ્ટ વધારવામાં આવ્યા
દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ બહુ સારી નથી. રાજ્યનાં સુરત શહેરમાં ઝડપથી કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી સુરતમાં શાળા-કોલેજોમાં કોરોનાનાં ટેસ્ટિંગને કરવામાં આવી રહ્યા છે.
Gujarat: હાય ગરમી!! રાજ્યમાં માર્ચની આ તારીખથી પારો 40 ડિગ્રી સુધી જશે
આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં શાળા-કોલેજોમાં કોરોનાનાં ટેસ્ટ થતા 2,991 ટેસ્ટ એક જ દિવસમાં કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબાયત, અઠવા ઝોનની શાળામાંથી 5 કોરોનાનાં કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ગાંધી એન્જિનિયરનાં કોલેજનાં પ્રોફેસરને પણ કોરોના થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. જેને ધ્યાનમાં લેતા ગાંધી એન્જિનિયર કોલેજને 7 દિવસ માટે બંધ કરવામાં આવી છે. વળી શહેરમાં યુકેનાં સ્ટ્રેનનાં વધુ બે કેસ સામે આવ્યા બાદ લોકોમાં ફફડાટ શરૂ થઇ ગયો છે. આ સિવાય સાઉથ આફ્રિકા સ્ટ્રેનનો પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આફ્રિકાનાં બોટસવાનાથી આવેલા વેપારીને કોરોના થયો હોવાનુ જાણમાં આવ્યુ હતુ. વળી ત્યારબાદ મનપાએ 40 સેમ્પલો પુણે લેબમાં મોકલ્યા હતા, જેમાથી 5 યુકે અને 1 આફ્રિકા સ્ટ્રેન પોઝિટિવ આવ્યા હતા. જણાવી દઇએ કે, કોરોના પોઝિટિવ કેસ ઝડપથી વધતા તંત્ર હવે ચિંતિત બન્યુ છે.
News: અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ચૂંટણી પૂર્વે કોરોનાનાં આંક અને ચૂંટણી બાદનાં કોરોનાનાં આંકમાં તફાવત જોવા મળી રહ્યો છે. જે કોરોનાનાં કંટ્રોલમાં હોય તેવા આંક અચાનક ચૂંટણી બાદ ફેરવાઇ ગયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
