ચૂંટણી પૂરી થયા બાદ અમદાવાદનાં નવા મેયર તરીકે કોણ તેને લઇને ઘણા સવાલો ઉભા થઇ રહ્યા હતા, જેનો હવે અંત આવવા જઇ રહ્યો છે. જી હા, અમદાવાદનાં નવા મેયર તરીકે કિરીટ પરમારનું નામ જાહેર કરાયુ છે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં 41 માં મેયરની વરણમી કરવામાં આવી છે. આ પહેલા જનપ્રતિનિધિ બેઠકમાં અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, પ્રદેશ સંગઠનનાં નેતાઓ અને નવનિયુક્ત કાઉન્સિલરો જોડાયા હતા. જે બાદ નવા મેયરને લઇને જાહેરાત કરવામાં આવી હતી. વળી આ ઉપરાંત ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટ, પક્ષનાં નેતા પદે ભાસ્કર ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.
Gujarat / વડોદરાનાં નવા મેયર તરીકે જાણો કોની કરાઇ જાહેરાત?
અમદાવાદ ઉપરાંત આજે ભાવનગરમાં નવા મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાની વરણી થઇ છે, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચમેરન તરીકે ધીરુભાઈ ધામેલીયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક તરીકે પંકજસિહ ગોહિલની વરણી કરવામાં આવી છે. આ પહેલા અમદાવાદનાં પાલડીમાં આવેલા ટાગોર હોલમાં બોર્ડ બેઠકનું આયોજન કરાયુ હતુ. જ્યા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોર્પોરેટર્સ વચ્ચે યોગ્ય અંતર જળવાય તેવી રીતે બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયુ હતુ. સમગ્ર હોલને સેનેટાઇઝ કરવામા આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
