Not Set/ સામાન્ય નાગરિકની મિલકતો જપ્ત કરતી કોર્પોરેશન રેલવે-એરપોર્ટનો 20 કરોડનો ટેક્સ વસુલ કરવામાં નિષ્ફળ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય નાગરિકો પાસેથી ટેક્સ વસૂલવા માટે મિલકતો જપ્ત સુધા કરતી હોય છે.જો કે એવું સામે આવી રહ્યું છે કે ટેક્સ વસુલાત માટે કોર્પોરેશન કેન્દ્ર  અને રાજય સરકારની પ્રોપર્ટી પાસેથી મિલ્કતવેરો વસુલ કરવામાં નિષ્ફળ જઈ રહી છે. કેન્દ્ર સરકારના રેલ્વે, એરપોર્ટ ઓથોરીટી તેમજ પોસ્ટલ વિભાગ પાસે થી કરોડો રૂપિયાના મિલ્કતવેરાની વસુલાત બાકી છે.શહેરમાં […]

Ahmedabad Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામાન્ય નાગરિકો પાસેથી ટેક્સ વસૂલવા માટે મિલકતો જપ્ત સુધા કરતી હોય છે.જો કે એવું સામે આવી રહ્યું છે કે ટેક્સ વસુલાત માટે કોર્પોરેશન કેન્દ્ર  અને રાજય સરકારની પ્રોપર્ટી પાસેથી મિલ્કતવેરો વસુલ કરવામાં નિષ્ફળ જઈ રહી છે.

કેન્દ્ર સરકારના રેલ્વે, એરપોર્ટ ઓથોરીટી તેમજ પોસ્ટલ વિભાગ પાસે થી કરોડો રૂપિયાના મિલ્કતવેરાની વસુલાત બાકી છે.શહેરમાં રેલવે વિભાગની તમામ મિલ્કતો પેટે અંદાજે રૂ.ર૦ કરોડનો ટેક્ષ બાકી છે. જયારે એરપોર્ટ ઓથોરોટી પાસેથી પણ રૂ.ર૦ કરોડ કરતા વધુ રકમના લેણા બાકી હોવાની વિગતો બહાર આવી છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાની વસુલાત માટે દર વર્ષે સીલિંગ ઝુંબેશ કરવામાં આવે છે. તેમજ કરદાતાઓ પાસેથી ૧૮ ટકા વ્યાજની વસુલાત પણ થાય છે.જો કે સરકારી મિલકતો પાસેથી ટેક્સ વસુલવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે.

કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં આવેલ એરપોર્ટ ઓથોરીટીની વિવિધ મિલ્કતો પેટેના ટેક્ષ પેટે રૂ.ર૦.ર૧ કરોડના લેણા બાકી છે. જેમાં એરપોર્ટ રન-વે પેટે રૂ.૯.૮૯ કરોડ, ટર્મીનલ બિલ્ડીંગ પેટે રૂ.૪.પ૯ કરોડ, ટેક્ષીટ્રેક પેટે રૂ.ર.૯પ કરોડ તથા ટર્મીનલ -૦ર પેટે રૂ.ર.૭૩ કરોડનો ટેક્ષ મુખ્ય છે.

મ્યુનિ. ટેક્ષખાતા દ્વારા ર૦૧૭ના વર્ષથી એરપોર્ટની આકારણી શરૂ કરવામાં આવી હતી. તે સમયે એરપોર્ટ ઓથોરીટીએ રૂ.પ૬ લાખ ભરપાઈ કર્યા હતા. ત્યારબાદ મિલ્કતવેરા પેટે કોઈ જ રકમ ભરવામાં આવી નથી તથા મનપા દ્વારા તે અંગે નકકર પ્રયાસો પણ કરવામાં આવ્યા નથી.

કેન્દ્રના રેલ્વે વિભાગ પાસેથી પણ મિલ્કતવેરા પેટે રૂ.ર૦ કરોડનો ટેક્ષ બાકી છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનના રૂ.૮.૯૦ કરોડ મુખ્ય છે. તદ્દઉપરાંત મણીનગર, વટવા, ગાંધીગ્રામ, સાબરમતી, રાણીપ, અસારવા, સરખેજ સહીતના રેલવે સ્ટેશનો મિલ્કતવેરા પણ ભરપાઈ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારના પોસ્ટલ વિભાગ પાસેથી મિલકતવેરાની મોટી રકમની વસુલાત બાકી છે.તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.