દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખાતરનો કાળોકારોબાર એગ્રો સંચાલકો દ્વારા ચાલુ કરી દેવામાં આવતો હોય છે. રસાયણિક ખાતરનું વેચાણ ફકત ખેડૂતોને જ કરવાનું હોવા છતાં પણ રસાયણિક ખાતરનું વેચાણ અન્ય વ્યકિતઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ અન્ય રાજ્યમાં બારોબાર ઊંચા ભાવે ખાતર વેચી દેવામાં આવી રહ્યું છે જેના કારણે દાહોદ જિલ્લામાં કૃત્રિમ અછત ઉભી થઇ રહી રહી છે. આમ બજારમાં ખાતરની તંગી ઊભી થતા રસાયણિક ખાતરના કાળાબજાર કરવામાં આવે છે તેવા આક્ષેપ કરી અખિલ ભારતીય કિશાન સભા સમિતિ દ્વારા દાહોદ જિલ્લા ખેતીવાડી વિભાગને લેખિતમાં અરજી દ્વારા જાણ કરી જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ફતેપુરા, લીમડી, ઝાલોદ,દેવગઢ બારીયા સહીતનાં જિલ્લા ઓમાં રાસાયણિક ખાતર બિયારણ, જંતુનાશક દવા, સહિતની ખેતીમાં ઉપયોગી વસ્તુઓનું એગ્રો વેપારીઓ દ્વારા ખુલ્લે આમ બિલ વગર જથ્થાબંધ વેચાણ કરવામાં આવતું હોવાથી દાહોદ જિલ્લાનાં ગરીબ આદિવાસી ખેડૂત સાથે ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા માં ફતેપુરા, ઝાલોદ, લીમડી, દેવગઢ બારીયા, સહિતનાં તાલુકાનાં એગ્રો સંચાલક દ્વારા યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતર, બિયારણ જંતુનાશક દવાનો આદિવાસી ગરીબ ખેડૂતોને લૂંટ ચલાવવામાં આવી રહી છે. જેમાં યુરિયા નર્મદા નીમ કોટેડ ખાતરની ૫૦ કિલોની કિંમત સરકાર દ્વારા ખેડૂતો માટે ૨૬૬.૭૦ નક્કી કરવામાં આવેલી છે જયારે એગ્રો સંચાલકો દ્વારા ખેડૂતો પાસે ખુલ્લે આમ ૩૬૦,૪૦૦,૪૫૦,૫૦૦થી ૬૦૦ રૂપિયા સુધી લેવામાં આવી રહ્યો છે તેમજ ડીએપી ખાતર નો મૂળ ભાવ ૧૪૦૦ રૂપિયા છે જયારે ખેડૂતો પાસેથી સંચાલકો દ્વારા ૧૫૫૦થી લઈ ૧૭૦૦ સુધી વસુલવામાં આવતો હોવાનું ભારતીય કિશાન સભા સમિતિનાં પ્રમુખ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ઉપરાંત દાહોદ જિલ્લાનાં એગ્રો સંચાલકો દ્વારા રાજસ્થાન, મધ્ય પ્રદેશમાંથી ડુપ્લીકેટ જથ્થો ગુજરાતમાં લાવી વહેંચવામાં આવી રહ્યો છે તેમજ ગુજરાત માંથી નર્મદા નીમ યુરિયા ખાતરનો જથ્થો અન્ય રાજ્યમાં મોકલવામાં આવતો હોવાની અને ચર્ચા થઇ રહી છે પરંતુ ખેતીવાડી વિભાગ તટસ્થ તાપસ હાથ ધરવામાં આવે તો વધુ હકીકત બહાર આવે છે.
આ પણ વાંચો : વડિયામાં નવનિયુક્ત મામલતદારે કર્યં એવું કામ કે, પોલીસની કામગીરી સામે થયા સવાલો…