વરસાદની આગાહી/ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ, રાજ્યમાં આ તારીખથી બેસશે મોનસુન

દેશમાં કેટલાક હિસ્સાઓમાં વરસાદ પડવાનું શરુ થયું છે અને મોનસૂને દસ્તક દીધી છે, ત્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ શરુ થઇ છે

Gujarat Others
A 30 ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ, રાજ્યમાં આ તારીખથી બેસશે મોનસુન

દેશમાં કેટલાક હિસ્સાઓમાં વરસાદ પડવાનું શરુ થયું છે અને મોનસૂને દસ્તક દીધી છે, ત્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ શરુ થઇ છે અને હવામાનમાં પલટો આવી રહ્યો છે.

આ દિશામાં હવે ગુજરાતમાં મોનસૂન બેસવાને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. વરસાદની આ આગાહી મુજબ, રાજ્યમાં આગામી 15 થી 20 જુન વચ્ચે ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે જયારે 4 થી 6 જુન દરમિયાન રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :ગઈકાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો અને આજે ગુજરાત બોર્ડમાં પરીક્ષા રદ

આ સમયમાં દેશમાં સૌપ્રથમ કેરળમાં 3 જૂન સુધી ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ છે, જયારે અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :કોરોનાના કારણે રાજ્યના વેપાર – ધંધાઓમાં મંદીનો માહોલ, શ્રમિકોને પરિવારનો નિર્વાહ કરવો પણ બન્યો મુશ્કેલ

બીજી તરફ હવામાન વિભાગની મોનસૂનની આગાહી વચ્ચે મંગળવારે જ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જયારે સાપુતારા ખાતે પણ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો :સોની ફળિયામાં બિસ્માર રોડને લઈને રહીશો, દુકાનદારોએ હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

આ પણ વાંચો :કોરોનાકાળ મા બોગસ તબીબોએ માઝા મુકી ડીગ્રી વગર પ્રેકટીસ કરતો બોગસ ડોક્ટર ને ઝડપી પાડતી એસ.ઓ.જી.

kalmukho str ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની તૈયારીઓ, રાજ્યમાં આ તારીખથી બેસશે મોનસુન