દેશમાં ખેતી અને ખેડૂતની હાલત સુધારવાનાં ઉદ્દેશ સાથે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ત્રણ સુધારેલા કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા. ખેડૂતો દ્વારા અનેક કલમો અને જોગવાઇઓ સામે નારાજગી વ્યક્ત કરતા સરકારને આ તમામ ત્રણેય કૃષિ કાયદા પરત લેવા કહેવામાં આવ્યું. સરકારે મચક ન આપતા ખેડૂતો આંદોલનનો માર્ગ પકડ્યો અને દિલ્હીને ઘેરો ઘાલ્યો. આજે કૃષિ આંદોલનનો 53મો દિવસ છે અને દિલ્હી અને દિલ્હીની સરહદોએ લાખો ખેડૂતો ટાઢ, તડકો સહિતની તમામ તકલિફો વેઢી આંદોલન કર રહ્યા છે.
આંદોલન / ‘સત્તા પલ્ટો’ -દેશમાં થયેલા અસરકારક આંદોલનનો ઈતિ…
આંદોલનની સમાપ્તી માટે સરકાર અને ખેડૂતો વચ્ચે અધધધ 9 રાઉન્ડમાં વાત ચીત થઇ અને 15 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂત વચ્ચેની બેઠક અનિર્ણીત રહી તેવી રીતે જ અગાઉની તમામ બેઠકો અનિર્ણીત રહી હતી. ખેડૂતની માંગને લઇને મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો અને સુપ્રીમે કમીટી પણ ગઠન કરી દીધી, પરંતુ ખેડૂતોએ કમીટી પર સવાલ ખડા કર્યા અને તેમાં ભરોશો ન હોવાની વાત સાથે અને પોતાની માંગ પર અડગ રહેવા સાથે ઘરણા ચાલુ રાખ્યા છે. સરકાર અને ખેડૂતો જો કે આગામી 19 તારીખે ફરી મળી રહ્યા છે.
રાજકારણ / રાજ્યપાલ રાજ્યનાં બંધારણીય વડા હોય એ ભૂતકાળમાં કોંગ્રેસ ભૂલ્…
આમ તો ખેડૂત આંદોલનનું ખાસ કાઇ ગુજરાતમાં જોવામાં આવ્યું નથી, જે રીતે પંજાબ – હરિયાણા અને હિન્દી બેલ્ટમાં ખેડૂતોએ આંદોલનમાં ઝુકાવ્યુ છે તેવી રીતે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેનો અણસાર સુધા આવતો નથી. પરંતુ દિલ્હીમાં કોંગ્રેસે હવે ખેડૂત આંદોલનનાં સમર્થનમાં સક્રિયતા બતાવતા ગુજરાતમાં પણ કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં આજે ધરણાં યોજી રહી છે.
mantavya munch / બેરોજગારી ટોચ પર છે ત્યારે નફરતનું બઝાર લોકોના મોબાઈલને ગરમ …
રાજ્યની રાજઘાની ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ધરણાં કાર્યક્રમ યોજી ખેડૂતોને સમર્થન કરશે. કોંગ્રેસે આજનો દિવસ કિસાન અધિકારી દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્રના કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં આજે ધરણાં યોજી ખેડૂતોનું સમર્થન કરી રહી છે. ગાંઘીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 12 થી 5 ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાં અનેત કોંગ્રેસી નેતા અને કાર્યકરકતા ધરણામાં જોડાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…