હુમલો/ આસામમાં હાઈવે પર હાથીઓના હુમલામાં 3 લોકોના મોત, 2 ગંભીર રીતે ઘાયલ

આસામ ના ગોલપારા જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-12 પર જંગલી હાથીઓના મોટા ટોળાએ ગુરુવારે તાંડવ  મચાવ્યો હતો. હાઈવે પર હાથીઓના હુમલામાં દોઢ વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા હતા

Top Stories India
12 8 આસામમાં હાઈવે પર હાથીઓના હુમલામાં 3 લોકોના મોત, 2 ગંભીર રીતે ઘાયલ

આસામ ના ગોલપારા જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ-12 પર જંગલી હાથીઓના મોટા ટોળાએ ગુરુવારે તાંડવ  મચાવ્યો હતો. હાઈવે પર હાથીઓના હુમલામાં દોઢ વર્ષના બાળક સહિત 3 લોકોના મોત થયા હતા અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે લખીપુર વિસ્તારમાં છોટો સિગરી ખાતે હાથીઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ઈ-રિક્ષા અને કારમાં સવાર એક પરિવાર હાથીઓની અડફેટે આવી ગયો, જેમાં 3 લોકોના મોત થયા છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું, “હાથીઓના ટોળાએ એક ઈ-રિક્ષા પર હુમલો કર્યો જેમાં એક પરિવાર લખીપુરથી દુધનોઈ જઈ રહ્યો હતો. આ સિવાય હાથીઓએ ગુવાહાટી જઈ રહેલી કાર પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહેલા બે લોકો અને કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું.ઈ-રિક્ષા પર થયેલા હુમલામાં રમણી રાભા (29) અને તેની 17-મહિનાની પુત્રી જિનિષાનું મોત થયું હતું, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

 અધિકારીએ જણાવ્યું કે રમાનીની પત્ની મનીષા રાભા અને 5 વર્ષનો પુત્ર ધનુષ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિસ્તારમાં હાથીઓ હજુ પણ ફરે છે અધિકારીએ કહ્યું, “બંનેને લખીપુરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.” અધિકારીએ જણાવ્યું હતું કે ટોળાએ એક કાર પર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ જૈબર અલી (38) તરીકે થઈ છે અને તે સ્થાનિક વેપારી હતો. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાથીઓ બે ટોળામાં વિસ્તારમાં ફરી રહ્યા છે. 

tax/ઓનલાઈન ગેમિંગ પર સરકાર લગાવશે જંગી ટેકસ,જાણો