આંદોલન/ ‘સત્તા પલ્ટો’ -દેશમાં થયેલા અસરકારક આંદોલનનો ઈતિહાસ શું કહે છે…?

દેશમાં થયેલા અસરકારક આંદોલનનો ઈતિહાસ શું કહે છે…?

Top Stories India Mantavya Vishesh
  • ૧૯૭૫માં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિ આંદોલન અને ૨૦૧૧ બાદ અન્ના હજારે અને બાબા રામદેવના ભ્રષ્ટાચાર અને કાળુધન પરત લાવવાની માંગ સાથેના આંદોલનના કારણે કેન્દ્રમાં સત્તા પલ્ટાને યોગ સર્જાયો હતો.
  • ગુજરાતમાં પણ ૧૯૭૪ના નવ નિર્માણ આંદોલન બાદ સત્તા પલ્ટો થયો હતો

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

ખેડૂતોનું આંદોલન ૪૫  દિવસ બાદ પણ યથાવત રહ્યું છે. ત્રણ કૃષિ કાયદા બાબતમાં ખેડૂતોએ એવું વલણ અપનાવ્યું છે કે આ કાયદા રદ થવા જાેઈએ. તો બીજી બાજુ સરકારનું આ બાબતમાં સુધારા કરવાનું છે. હવે સર્વોચ્ચ અદાલતે તો આ કાયદાના અમલ સામે વચગાળાનો મનાઈ હુકમ લગાવી દીધો છે અને ખેૂડતો સાથેની મંત્રણા માટે ૪ સભ્યોની સમિતિ રચી છે. જો  કે આ સમિતિ સામે પણ ખેડૂત આગેવાનોએ વિરોધ કર્યો છે આ સમિતિના ચાર પૈકી ત્રણ સભ્યો કૃષિ કાયદાનું સમર્થન કરાવનારા છે. જાે કે હવે પછી સરકાર શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ભારતમાં આંદોલનનો તો ઘણા થયા છે. પરંતુ કોઈ આંદોલન આટલો લાંબો સમય ચાલ્યું નથી. માનો કે આ આંદોલન એક – કે બે દિવસમાં સમેટાઈ જાય તો પણ ૨૬મી નવેમ્બરથી શરૂ થયેલું આ આંદોલન ૧૩મી જાન્યુઆરી સુધી ચાલ્યું છે તે બાબતની નોંધ તો લેવી જ પડશે. ભારતે સ્વાતંત્ર્ય સંગ્રામ પણ આંદોલનના હથિયારથી જીત્યો હતો. જો કે તેમાં રાષ્ટ્રપતિ પૂ. મહાત્મા ગાંધીના સત્યાગ્રહનું શસ્ત્ર હતું. આઝાદીના સંગ્રામની સાથે ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી અને ખેડામાં ખેડૂત આંદોલન ચલાવ્યું હતું અને તેની સફળતાથી ખુશ થઈને તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમને લોખંડી પુરુષ તરીકે નવાજ્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ પણ એક પ્રકારનું લોક આંદોલન હતું તે અંગ્રેજ સરકાર સામે ચાલતું હતું. ગુલામીની ઝંઝટમાંથી છુટવા માટેની લડત હતી. તે અંગ્રેજ સરકાર સામે ચાલતું હતું. આ લડત ચાલુ હતું અને અંગ્રેજ સરકારે ભગતસિંહ સુખરામ વિગેરેને ફાંસી આપી ત્યારે કોંગ્રેસ અધિવેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજ સરકારને સાવ હૃદય શૂન્ય ગણાવી હતી. જેના પેટનું પાણી હલતું ન હતું. સર્વોચ્ચ અદાલતે જ્યારે ખેડૂત આંદોલનના સંદર્ભમાં કેન્દ્ર સરકારને લપડાક લગાવતી ટીકાઓ કરી ત્યારે ટીવી ચેનલો પરની ચર્ચામાં આ વાતનો ઉલ્લેખ થયો હતો. અન્ય કેટલાક આગેવાનોએ એવું પણ કહ્યું કે આ સરકારે અંગ્રેજાેને પણ સારા કહેવડાવ્યા છે.

kisan Andolan 2020: किसानों की खुली चेतावनी! मांगें पूरी न हुईं तो Delhi-Ghazipur Border पर तेज होगा प्रदर्शन - Kisan andolan updates farmers to intensify protest on delhi ghazipur border if demands

આઝાદી બાદ પણ નાના મોટા અનેક આંદોલન થયા છે. ખેડૂત આંદોલનની અને તેમાંય દિલ્હીની સરહદે ભેગા થઈ શરૂ કરેલા આંદોલનની વાત કરીએ તો આજથી ૩૫ વર્ષ પહેલા યુપીના મહેન્દ્રસિંહ રિકૈત (કે ટીકાયતા નામના આગેવાને ખેડૂતોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને દિલ્હીમાં પાંચ લાખ ખેડૂતોને એકત્ર કર્યા હતા. સરકારને તે વખતે પણ ખેડૂતોની કેટલીક વાતો સ્વીકારવી પડી હતી. ૧૯૬૪ની મે બાદ સત્તાપર આવેલા ભારતના વામન છતાં વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. સ્વામિનાથન કમિટિની રચના તે તેમની દેણ છે જાે કે આ કમિટિએ કરેલી ભલામણોનો કેટલો અને કેવો અમલ થાય છે તે વાત આપણે સારી રીતે જાણીએ છીએ.

Political / ઉત્તર ગુજરાતમાં ભાજપનો નવો ચહેરોઃ મહેન્દ્ર પટેલ…

Political / અંગત સચિવની ઝડપી નિયુકિત નહિ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા મા…

ભારતમાં આંદોલન નવી વાત નથી. સર્વોદય નેતા જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ સંપૂર્ણક્રાંતિ નામનું આંદોલન ૧૯૭૫ના પ્રારંભમાં શરૂ થયેલું જેનો તે વખતની ઈંદિરા ગાંધીની આગેવાની હેઠળની સરકારને એટલો બધો તાવ લાગેલો કે તેણે કટોકટી લાદી હતી અને છેવટે આ કટોકટીના કાળ દિવસો બાદ લોકોના હાથે પરાજય પામી સત્તા છોડવાનો વારો આવ્યો હતો અને દેશને ગુજરાતના જ પનોતાપૂત્ર એવા મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળની પ્રથમ બીનકોંગ્રેસી સરકાર મળી હતી જેમાં પણ નાણા અને ગૃહમંત્રી તરીકેનો હવાલો ગુજરાતના બીજા પનોતા પુત્ર એવા એચ.એમ. પટેલે સંભાળ્યો હતો અને એચ.એમ.પટેલે રજૂ કરેલા અંદાજપત્રને દેશના શ્રેષ્ઠતમ બજેટની યાદીમાં સ્થાન મળ્યું છે તે પણ હકિકત છે.

Nine Kisan Andolan Of Rajasthan - सीकर से पहले भी राजस्थान में हो चुके हैं ये 9 किसान आंदोलन | Patrika News

જ્યારે ૨૦૧૧ પછીના સમયગાળામાં ભ્રષ્ટાચારના બનાવો વધ્યા ત્યારે બીજા ગાંધીવાદી આગેવાન અણ્ણા હજારેએ દિલ્હીમાં ઉપવાસ શરૂ કર્યા હતા. તેની દેશવ્યાપી અસર થઈ હતી. અણ્ણા હજારેના આ આંદોલને લોકોમાં જાગૃતિ લાવી હતી. અણ્ણા હજારેના આ આંદોલનમાં ૧૨ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા તે વખતે યુપીએના ભાગીદાર એવા આર જે ડીના મોભી પૂર્વ કેન્દ્રીય અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે એવી ટકોર કરી હતી કે ૧૨ દિવસ સુધી ઉપવાસ કોઈ કરી શકે તે માટે મારે ગળે ઉતરતી નથી. અન્ના હજારેએ તરત આનો જવાબ આપતા એવો ટોણો માર્યો હતો કે ૧૨ સંતાનોના પિતાએ બ્રહ્મચર્યની તાકાતની ખબર ક્યાંથી હોય ? જાેકે લોકપાલ સહિતની અન્ના હજારેની માગણી સ્વીકારવાની ખાત્રી સાથે આ આંદોલનનું સમાપન થયું હતું. આ સમયગાળા દરમિયાન બાબા રામદેવે પણ કાળુધન પરત લાવવા અને ભ્રષ્ટાચાર દૂર કરવાની માગણી સાથે આંદોલન કર્યું હતું. આ આંદોલન તો અમુક દિવસ ચાલીને સમેટાઈ ગયું પરંતુ આ આંદોલનના કારણે જે સરકાર વિરોધી મોજુ સર્જાયું તેના કારણે ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસનો ઘોર પરાજય થયો. અને વડાપ્રધાન પદે ગુજરાતના જ પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સત્તા પર આવ્યા. જાે કે આ સરકારના ૬ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર સો ટકા નાબૂદ થયો તેમ કોઈ દાવા સાથે કહી શકે તેમ નથી ૨૦૧૪ અને ૨૦૨૦ની જીવન જરૂરી ચીજાેની ભાવ સપાટી સરખાવશો તો જણાશે કે ભાવો વધ્યા છે. મોંઘવારી હટાવી અચ્છે દિન લાવવાનો વાયદો સફળ થયો નથી તેવું પહેલાના વિપક્ષો કહેતા પણ હવે તો લોકો પણ કહે છે. આ બધા દેકારા વચ્ચે ખેડૂત આંદોલન આવી પડ્યું છે ૪૭ દિવસ કરતા વધુ સમય સુધી ચાલુ રહ્યું છે. તેનાથી દિલ્હી ચારે બાજુથી ઘેરાઈ ગયું છે. ઘણા નિષ્ણાતો પણ કહે છે કે ખેડૂત આંદોલનથી દેશને રોજનું ૩૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે ૪૭ દિવસની ગણતરી કરીએ તો આ આંક ઘણો મોટો છે.

કૃષિ આંદોલન / તારીખ પે તારીખ..! આજે પણ ખેડૂત સંઘો સાથેની વાતચીત નિર્ણાયક ન…

Covid-19 / ગુજરાત આજ ગતીએ કોરોના પર કાબૂ રાખશે તો થોડા દિવસમાં કેસ હશે …

ગુજરાતે તો પોતાની સ્થાપના કાળથી અનેક લડતો લડી છે. મહા ગુજરાતના આંદોલનના કારણે તો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના બનેલા ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે ગુજરાત સરકાર રચાયા બાદ આંદોલન બંધ થયા નથી. વેચાણ વેરા સામે સમગ્ર રાજ્યમાં ચાલેલા આંદોલનને તત્કાલીક ગુજરાત સરકારના મોઢે ફીણ લાવી દીધા હતા. ફી વધારા સામે ગુજરાતના વિદ્યાર્થીઓએ ચલાવેલા આંદોલન સામે તત્કાલીન સરકારોને નમતુ જાેખવું પડ્યું છે તે પણ હકિકત છે. ૧૯૭૪માં મોરબી ઈજનેરી કોલેજના ફુડ બીલના કારણે શરૂ થયેલ વિદ્યાર્થી આંદોલન નવનિર્માણ આંદોલન રાજ્યભરમાં ફેલાઈ ગયું હતું અને તેના કારણે જ ગુજરાતમાં ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની તત્કાલીન કોંગ્રેસી સરકારને વિદાય લેવાની નોબત આવી હતી ત્યારબાદ ૧૯૭૫માં ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળની પ્રથમ બીન કોંગ્રેસી સરકાર રચાઈ હતી. જ્યારે આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ સહિત દેશના અડધો ડઝનથી વધુ રાજ્યોમાં વિવિધ પ્રકારના આંદોલનના કારણે જે તે સરકારોને વિદાય લેવી ડી છે તે પણ હકિકત છે. જેની કોઈ ના પાડી શકે તેમ છે જોઈએ હવે આ ખેડૂત આંદોલનના પડઘા દેશમાં કેવા પડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…