Not Set/ હોસ્પિટલના સ્ટાફની બેદરકારી આવી સામે, હોસ્પિટલ બની સ્વીમીંગ પુલ

સુરત, સુરતમાં આવેલ સ્મીમેર હોસ્પિટલ જાણે કે સ્વીમીગ પુલ બની ગઈ છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં પાણીની ટાંકી ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી હોસ્પિટલ પરિસરમાં ફરી વળ્યુ હતુ અને તેનો વિડીયો વાઈરલ થયો છે. તમે દ્રશ્યોમાં જોઇ શકો છો કે કેવી રીતે હોસ્પિટલમાં ટાંકીનું પાણી ફરી વળતા હોસ્પિટલ સ્વીમીંગ પુલમાં ફરી વળ્યુ છે.  મહાનગર પાલિકા […]

Top Stories Surat

સુરત,

સુરતમાં આવેલ સ્મીમેર હોસ્પિટલ જાણે કે સ્વીમીગ પુલ બની ગઈ છે. મળતી માહિતી મુજબ હોસ્પિટલમાં પાણીની ટાંકી ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી હોસ્પિટલ પરિસરમાં ફરી વળ્યુ હતુ અને તેનો વિડીયો વાઈરલ થયો છે. તમે દ્રશ્યોમાં જોઇ શકો છો કે કેવી રીતે હોસ્પિટલમાં ટાંકીનું પાણી ફરી વળતા હોસ્પિટલ સ્વીમીંગ પુલમાં ફરી વળ્યુ છે.  મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આ ઘટના બની હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે આવી છે.

હોસ્પિટલમાં આવેલી મુખ્ય ટાંકી ઓવરફ્લો થઇ હતી.એકબાજુ પાણી બચાવવાની વાત કરતી મહાનગર પાલિકાની હોસ્પિટલમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે. દર્દીઓના પરિવારો ચોમાસા જેવી પરિસ્થિતિમાં હોય તેવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. મહાનગર પાલિકા દ્વારા પાણી બચાવવાના અનેક હોર્ડિગ્સ લગાવવામાં આવે છે.

ત્યારે આ જ મહાનગરપાલિકાની અને હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી હોસ્પિટલમાં હજારો લીટર પાણી વેડફાયો હતો. ત્યારે તંત્રની જવાબદારી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની બેદરકારી કેટલી હદ સુધી થઇ ગઇ છે..તે દશ્યો તમામ લોકો હવે જોઇ રહ્યા છે.