દુસ્વપ્નના વાવેતર/ માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો

ગાંજાનો વેપાર કરનારા ભેજાબાજો કેવા-કેવા રસ્તા અપનાવે છે તેનું એક અકલ્પનીય પણ વરવું ઉદાહરણ રવિવારે જોવા મળ્યું હતું. અમદાવાદમાં સરખેજ ખાતેના ઓર્કિડ ફલેટમાંથી ગાંજાને ઇનહાઉસ ઉગાડવાનું મોટું કાવતરું પોલીસે પકડ્યું છે.

Top Stories Gujarat
Ganja Farming 1 માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો

અમદાવાદઃ ગાંજાનો વેપાર કરનારા ભેજાબાજો કેવા-કેવા રસ્તા Ganja Farming અપનાવે છે તેનું એક અકલ્પનીય પણ વરવું ઉદાહરણ રવિવારે જોવા મળ્યું હતું. અમદાવાદમાં સરખેજ ખાતેના ઓર્કિડ ફલેટમાંથી ગાંજાને ઇનહાઉસ ઉગાડવાનું મોટું કાવતરું પોલીસે પકડ્યું છે. પોલીસે આ કિસ્સામાં ઝારખંડના રહેવાસી આરોપીઓ એક યુવતી અને બે યુવકની ધરપકડ કરી છે અને ગાંજો ઉગાડવામાં આવ્યો હોય તેવા 200 કુંડા કબ્જે કર્યા છે.

પોલીસે અમદાવાદના સરખેજના ઓર્કિડ લીગસી ફ્લેટમાં દરોડા પાડતા, ગાંજાની રીતસરની લેબ ઝડપાઈ હતી. તેને જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસને દરોડા દરમિયાન 200 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબ્જે કર્યા છે. હજી પણ પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધારે તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ બે ફ્લેટ 35 હજાર રૂપિયાના ભાડે રાખ્યા હતા. તેઓ Ganja Farming હાઇડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર કરતા હતા. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું હતું, જેથી જલ્દી ઉત્પાદન થતું હતું. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા માટે સર્કિટ અને ટેમ્પરેચરનું આયોજન કર્યુ હતુ. 100 કુંડામાં ગાંજાના પાંચ સેન્ટીમીટર જેટલા ઊંચા છોડ પણ ઉગ્યા હતા. અંદાજે 100 કુંડામાં ગાંજો ઉગાડવામાં આવ્યો હતો.

આરોપીઓએ દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યુ હતુ. ફ્લેટમાં મોટા પાર્સલ લાવવામાં આવતા સ્થાનિક રહેવાસીને શંકા જતા તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ગાંજાનું વાવેતર મળ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારે પહેલી Ganja Farming વખત જ ગાંજાનું વાવેતર જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પકડાયેલા આરોપીઓમાં એક સીએ છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગે દરોડો પાડી આરોપીઓને ઊંઘતા ઝડપ્યા હતા.

આમ ગુજરાતમાં છાશવારે બીજા રાજ્યોમાંથી અને સરહદ પારથી આવતા ગાંજા સહિતના માદક પદાર્થો બાદ હવે આ નવી જ પદ્ધતિ ખૂલી છે. આ પદ્ધતિ છે બીજે ક્યાંયથી ગાંજો મંગાવવાના બદલે મકાનોની અંદર જ ગાંજાની હાઇડ્રોપોનિક્સ ખેતી કરવાની. હવે પોલીસ સમક્ષ આ નવો પડકાર ઊભો થયો છે, અહીં તો સ્થાનિકોએ પોલીસને આ પ્રકારની માહિતી આપી, પણ બધેથી પોલીસને આ પ્રકારની માહિતી ન પણ મળે.

 

આ પણ વાંચોઃ  નિવેદન/ તમિલનાડુના CM સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સનાતન ધર્મના નિવેદન પર કાયમ,ભાજપે INDIA પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ Asia Cup/ બાંગ્લાદેશે અફઘાનિસ્તાને 89 રને હરાવીને સુપર-4ની આશા જીવંત રાખી

આ પણ વાંચોઃ Alert!/ ભારતમાં સેનાના અધિકારીઓ અને સામાન્ય લોકોને આ કારણથી ALERTના નિર્દેશ!

આ પણ વાંચોઃ World Cup 2023/ વર્લ્ડ કપ 2023ની ભારત-પાકિસ્તાન મેચની ઓનલાઇન ટિકિટ માત્ર બે જ કલાકમાં વેચાઇ ગઇ

આ પણ વાંચોઃ Political/ મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા જ પૂર્વ CM ઉમા ભારતીના આ કામના લીધે ભાજપની ઉંઘ હરામ!