છેતરપિંડી/ સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશનની બોટલમાં પાણી ભરીને વેચનાર ઝડપાયો

ઇન્જેકશનની બોટલમાં પાણી વેચનાર શખ્સ પકડાયો

Gujarat
injection surat સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશનની બોટલમાં પાણી ભરીને વેચનાર ઝડપાયો

કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે તે છંતા પણ માનવતા  નેવે મુકીને લોકો છેતરપિંડી કરીને લોકોના જીવ સાથે ખેલી રહ્યા છે.સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશની બોટલમાં પાણી ભરીને વેચતો એક શખ્સ પકડાયો છે.

રાજ્યની હાલત કોરોનાના લીધે અતિ ખરાબ છે અને રેમડેસિવિર ઇન્જેકશનની મારામરી છે એટલી અછત છે કે લોકો કાળા બજારમાં ખરીદી રહ્યા છે. સુરતમાં ઇન્જેકશન માટે પડાપડી છે.સુરતના જીગ્નેશભાઇએ 42 હજારના 7 લેખે ઇન્જેકશન ખરીદ્યાં હતાં. પરતું પાવડર ફોર્મમાં આવતા ઇન્જેકશનને લીકવીડ ફોર્મમાં પધરાવી દેતાં અને ડેટ પણ એક્સપાઇરી ડેટ થયેલી જણાતાં તેમને શંકા ગઇ હતી .જીગ્નેશભાઇએ પોલીસને ફરિયાદ કરીને છેતરપિંડી કરનાર શખ્સને પોલીસને સોપ્યો હતો. પોલીસે તેની તપાસ હાથ ધરી છે.