PM SURAJ/ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં PM SURAJ પોર્ટલનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ-સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat
1 10 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં PM SURAJ પોર્ટલનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ-સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્ટક્રમમાં નરેન્દ્ર મોદીએ દલિત અને વંચિત સમુદાયો માટે લાભકારી નીતિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વંચિત વર્ગના સન્માન અને વિકાસની ઝુંબેશ આગામી પાંચ વર્ષમાં વધુ ઝડપી બનશે અને વંચિતોના વિકાસથી અમે વિકસિત ભારતનું સપનું સાકાર કરીશું એ મોદીની ગેરંટી છે. છેવાડાના માણસોના ઉત્થાન માટેની યોજનાઓ અને નીતિઓ વંચિતોને ગૌરવ અને ન્યાય પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય વંચિત વર્ગના વિકાસ વિના પ્રાપ્ત થઈ શકે નહીં તેમ વડાપ્રધાનએ સ્પષ્ટપણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભૂતકાળની માનસિકતા તોડીને ગેસ કનેક્શન, બેંક ખાતા, શૌચાલય વગેરે જેવી સુવિધાઓ દલિતો, પછાત, વંચિતો અને આદિવાસીઓને ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાનએ વિચરતી અને અર્ધ-વિચરતી જાતિ-સમુદાયો માટેની યોજનાઓ અને સફાઈ કર્મચારીઓ માટે નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (NAMASTE-નમસ્તે) યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ યોજના અંતર્ગત સફાઈ મિત્રોને પીપીઈ કિટ અને આયુષ્માન હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૫૦૦થી વધુ જિલ્લાઓના ૧ લાખ લાભાર્થીઓના ખાતમાં ડીબીટીથી રૂ. ૭૨૦ કરોડ ટ્રાન્સફર કરાયા હતા.