Not Set/ જૈશ-એ –મોહમ્મદ : હરિયાણા બાદ પંજાબમાં ચાર રેલ્વે સ્ટેશન ઉડાવવાની ધમકી

મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ સહિત હરિયાણાના અનેક રેલ્વે સ્ટેશન અને મંદિરો ઉડાવવાની ધમકી બાદ  પંજાબના ચાર રેલ્વે સ્ટેશનોને પણ ધમકીઓ મળી છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને અંબાલા અને ફિરોઝપુર વિભાગના ચાર સ્ટેશન પર વિસ્ફોટ કરવાની ધમકી આપી છે, જેના કારણે ફિરોઝપુર અને અંબાલા વિભાગના સ્ટેશનો પર ચેકીંગ ઓપરેશન હથ્સ ધરવામાં આવ્યું છે. જી.આર.પી. અને આર.પી.એફ. દ્વારા […]

Top Stories India
kamal hasan 1568959200 618x347 1 જૈશ-એ –મોહમ્મદ : હરિયાણા બાદ પંજાબમાં ચાર રેલ્વે સ્ટેશન ઉડાવવાની ધમકી

મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ સહિત હરિયાણાના અનેક રેલ્વે સ્ટેશન અને મંદિરો ઉડાવવાની ધમકી બાદ  પંજાબના ચાર રેલ્વે સ્ટેશનોને પણ ધમકીઓ મળી છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને અંબાલા અને ફિરોઝપુર વિભાગના ચાર સ્ટેશન પર વિસ્ફોટ કરવાની ધમકી આપી છે, જેના કારણે ફિરોઝપુર અને અંબાલા વિભાગના સ્ટેશનો પર ચેકીંગ ઓપરેશન હથ્સ ધરવામાં આવ્યું છે.

જી.આર.પી. અને આર.પી.એફ. દ્વારા ગુરુવારે સાંજે ફિરોજપુર રેલ્વે સ્ટેશન પર ચેકીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી સંગઠને 8 ઓક્ટોબરે બટિંડા, અમૃતસર, પટિયાલા અને ફગવારા સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી છે. જી.આર.પી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુખદેવસિંહે જણાવ્યું હતું કે, વિભાગના સ્ટેશનોની ચેકીંગ ચાલી રહી છે, વરિષ્ઠ અધિકારીઓ પાસેથી તેમને તપાસવાના આદેશો મળ્યા છે.

સ્ટેશનો અને ટ્રેનોની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે, ફિરોઝપુર શહેર અને છાવણી રેલ્વે સ્ટેશનની તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન સતત ચાલુ રહેશે. કોઈ આતંકવાદી તરફથી ધમકીભર્યો પત્ર આવ્યો છે કે કેમ તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ વરિષ્ઠ અધિકારીઓથી સાવધ રહેવાના આદેશો છે..

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.