Not Set/ PM મોદીનું એલાન-એ-જંગ: આતંકીઓએ ખુબ જ મોટી ભૂલ કરી છે, સજા તો મળશે જ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરી દીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો અને કહ્યું કે આતંકવાદીઓએ આની કિંમત ચૂકવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું […]

Top Stories India
qpp 1 PM મોદીનું એલાન-એ-જંગ: આતંકીઓએ ખુબ જ મોટી ભૂલ કરી છે, સજા તો મળશે જ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સેમી બુલેટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરી દીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો અને કહ્યું કે આતંકવાદીઓએ આની કિંમત ચૂકવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. વડાપ્રધાનએ કહ્યું કે આતંકવાદીઓએ ખુબ જ મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું કે આ હુમલાને અંજામ આપનારને સજા જરૂર મળશે. વડાપ્રધાને કહ્યું કે આ સમયે દેશમાં કંઈ કરી બતાવાની ભાવના ચાલી છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

વડાપ્રધાને કહ્યું સમગ્ર વિશ્વમાં અલગ પડી ચૂકેલ કે આપણા પાડોશી દેશ જો એવું સમજે છે કે આ કાવતરાથી આપણામાં અસ્થિરતા લાવવા માટે કામ થી જશે, તે એ ક્યારેય શક્ય બનશે નહીં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાકિસ્તાન ક્યારેય ભારતને અસ્થિર કરી શકશે નહીં. વડાપ્રધાને કહ્યું કે તેઓ ટીકા કરનારની લાગણીઓ સમજે છે અને તેઓને આવુ કરવાનો પૂરો અધિકાર છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે મોટા આત્મઘાતી હુમલાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે. પુલવામા હુમલામાં 40 થી વધુ સીઆરપીએફ સૈનિકો શહીદ થયા છે જ્યારે ઘણા જવાનો હજુ પણ ઘાયલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદી હુમલા વિશે મજબૂત સંદેશ આપ્યો છે.

મોદીએ કહ્યું હતું કે હું આતંકવાદી સંગઠનો અને તેમના હેડમેનને કહેવા માંગુ છું કે તેઓએ ખૂબ મોટી ભૂલ કરી છે. હું દેશને ખાતરી આપું છું કે જે હુમલા પાછળ છે, આ હુમલાના જે ગુનેગાર છે, તેમને ચોક્કસપણે તેમના કર્યાની સજા મેળશે. હું આતંકવાદી સંગઠનો અને તેમના હેડમેનને કહેવા માંગુ છું કે તેઓએ એક મોટી ભૂલ કરી છે.

વડાપ્રધાનએ ખુલ્લી પાકિસ્તાનને ચેતવણી આપી કે સમગ્ર વિશ્વથી અલગ પડી ગયેલ આપણા પાડોશી એવું સમજે છે કે તે જે પ્રકારનું આતંકી કાર્ય કરે છે તેનાથી ભારતમાં ભારતમાં અસ્થિરતા ઊભી કરવામાં સફળ થઇ જશે. પરંતું તે મોટી ભુલ કરી રહ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે પુલવામા હુમલા પછી વાતાવરણ દુઃખ અને સાથે સાથે ગુસ્સો છે. આવા હુમલાને દેશ કડવાશથી લડશે. આ સમયે, આપણા પડોશી દેશ, જે મુખ્ય આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે, પણ એવું વિચારે છે કે તે આવી વિનાશક ઘટના દ્વારા ભારતને નષ્ટ કરી શકે છે. તેમની યોજનાઓ ક્યારેય પૂર્ણ થશે નહીં. તેમણે કહ્યું કે 130 કરોડ હિન્દુઓ આવી દરેક ષડયંત્રને આ પ્રકારના આક્રમણનો સંપૂર્ણ જવાબ આપશે.