વર્ગ વધારવાની કવાયત / ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ સમસ્યા, ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ગોનો વધારો થશે

ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજોમાં અત્યારસુધી ખાનગી એજન્સી દ્વારા પ્રવેશ પ્રક્રિયા થતાં ગેરરીતી અને લાગવગના જોરે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાં હતા. જેના કારણે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ વંચિત રહેતાં હતા.

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ માસપ્રમોશન આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે કોઈ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તે માટે સરકારે કવાયત હાથ ધરી છે. જે અંતરગત ગ્રાન્ટેડ સંસ્થાઓમાં વર્ગ વધારવા સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે.

  •  પ્રવેશ પ્રક્રિયામાં ખાનગી એજન્સી રદ થશે
  • પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને સોંપવા નિર્ણય

ગુજરાતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા શાળા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ માસપ્રમોશન માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં માસપ્રમોશનના કારણે આ વર્ષે પ્રવેશ સમસ્યા વિકટ બને એવી સંભાવના નકારી શકાય એમ નથી. આ સંજોગોમાં પ્રવેશ સમસ્યા નિવારવા ગુજરાત યુનિવર્સિટી સીન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં કેટલાંક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

સિન્ડીકેટ અને એકેડમિક કાઉન્સિલના નિર્ણય

-. યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સરકારી એજન્સીને આપવી

–  અગ્રતા ધોરણે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થામાં વર્ગ વધારવા

–  ઓનલાઇન જ પ્રવેશ પ્રક્રિયા કરવી

ગુજરાત યુનિવર્સિટી હસ્તકની કોલેજોમાં અત્યારસુધી ખાનગી એજન્સી દ્વારા પ્રવેશ પ્રક્રિયા થતાં ગેરરીતી અને લાગવગના જોરે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાં હતા. જેના કારણે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ વંચિત રહેતાં હતા.  ત્યારે આ મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો. આ ઉપરાંત માસપ્રમોશનના કારણે કોઇપણ વિદ્યાર્થી પ્રવેશ વંચિત નહી રહે તે મુદ્દા સહિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાવામાં આવી.  ત્યારે હવે આગામી સપ્તાહમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment