વડોદરા દુર્ઘટના/ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાની આપવિતી વિધાર્થીએ વર્ણવી! એક પણ વિધાર્થીને લાઇફ જેકેટ અપાયું નહોતું

વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જતા મોટી દુર્ઘટના ઘટી જેમાં 14 લોકોના મોત નિપજયા હતા અને બોટમાં 30 બાળકો અને 3 શિક્ષિકા સવાર હતા

Top Stories Gujarat
3 3 વડોદરા હરણી તળાવની દુર્ઘટનાની આપવિતી વિધાર્થીએ વર્ણવી! એક પણ વિધાર્થીને લાઇફ જેકેટ અપાયું નહોતું
  • વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો મામલો
  • દુર્ઘટનામાં બચી ગયેલા બાળકે ખોલી તંત્રની પોલ
  • બાળકે આપવિતી બતાવી 
  • 30 બાળકો અને 3 શિક્ષકો હતા બોટમાં સવાર
  • એકપણ બાળકને લાઈફ જેકેટ નહોતું પહેરાવાયું
  • 14 ફૂટ લાંબી, 5 ફૂટ પહોળી બોટમાં બેઠા હતા 34 લોકો
  • ફક્ત 12 ઇંચ ઊંચી બોટમાં બેસાડયા હતા 34 લોકોને
  • FRP ફ્લેટ બોટમ કેનોપી બોટમાં સવાર હતા બાળકો

વડોદરાના હરણી તળાવમાં હોડી પલટી જતા મોટી દુર્ઘટના ઘટી જેમાં 14 લોકોના મોત નિપજયા હતા અને બોટમાં 30 બાળકો અને 3 શિક્ષિકા સવાર હતા,એકપણ વિધાર્થીને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું આ દુર્ઘટનામાં તળાવમાં બચીને બહાર આવેલા વિધાર્થીએ આપવિતી કહી હતી. આ દુર્ઘટનાને પ્રત્યક્ષ જોનાર વિધાર્થીએ આપવિતી વર્ણવતા કહ્યું કે કેવી રીતે ડૂબી ગયેલી બોટમાંથી બહાર આવ્યો તેની માહિતી આપી હતી. આ બાળકે કહ્યું કે, બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઉપરાંત 3 શિક્ષકો પણ તેમની સાથે હતા. બોટ પલટી ત્યારબાદ બચાવ ટીમ દ્વારા એક પાઈપ આપવામાં આવ્યો અને તે વિધાર્થીએ પાઈપ પકડીને બચી ગયો હતો.વધુમાં તેણે કહ્યું કે એક પણ વિધાર્થીને લાઇફ જેકેટ પહેરાવ્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તળાવની મુલાકાતે ગયા હતા,ત્યાં બોટિંગ દરમિયાન વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક બોટ પલટી ગઇ હતી. જેમાં આ ઘટના ઘટી ત્યારે ફાયરબ્રિગેડ ટીમની પહેલા જ આ સ્થાનિકે બચાવની કામગીરી શરુ કરી દીધી હતી.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ

આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ