Gujarat Agriculture Scheme/ ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ આપવા i-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ફળ, શાકભાજી, ફુલ અને  મસાલા પાકોના વાવેતર માટે, ફાર્મ મિકેનાઇઝેશન (મીની ટ્રેકટર, પાવરટીલર, પાક સંરક્ષણના સાધનો), રક્ષિત ખેતી (ગ્રીન હાઉસ, નેટ હાઉસ,….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 12T181814.493 ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ આપવા i-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

Gujarat News: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. કૃષિલક્ષી વિકાસ સાથે, ચાલુ વર્ષમાં બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને મેળવી શકશે. ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે, તે હેતુસર આઈ-ખેડુત પોર્ટલ તા. ૧૧મી મે-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે, તેમ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

WhatsApp Image 2024 03 12 at 5.59.42 PM ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ આપવા i-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાયું

વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ફળ, શાકભાજી, ફુલ અને  મસાલા પાકોના વાવેતર માટે, ફાર્મ મિકેનાઇઝેશન (મીની ટ્રેકટર, પાવરટીલર, પાક સંરક્ષણના સાધનો), રક્ષિત ખેતી (ગ્રીન હાઉસ, નેટ હાઉસ, પ્લાસ્ટિક આવરણ), નર્સરી એકમો ઉભા કરવા માટે, મધમાખી ઉછેર, મશરૂમ ઉત્પાદન, કાપણી પછીનું વ્યવસ્થાપન (કોલ્ડ સ્ટોરેજ, રાઇપનીંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેડા, મીનીમલ પ્રોસેસીંગ એકમ), બાયો કન્ટ્રોલ લેબોરેટરી, ટીસ્યુકલ્ચર લેબોરેટરી સ્થાપવા, શોટીંગ ગ્રેડીંગના સાધનો (વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ) વગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.

અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ/કોપી લઇ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને બાગાયત નિયામકેની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃGujarat/ રાજ્યમાં વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો

આ પણ વાંચોઃ