અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ જે એન સિંઘ તેમજ મેયર બિજલબેન પટેલ હાજર રહ્યાં હતાં.
Gujarat: Prime Minister Narendra Modi arrives in Ahmedabad. He will participate in multiple events in the state, including the inauguration of Global Trade Show in Gandhinagar, during his two-day visit. pic.twitter.com/MiftIzLFXI
— ANI (@ANI) January 17, 2019
સ્વાગત કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થયા હતાં..અને ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યુ હતું.વડાપ્રધાન ટ્રેડ શૉના સ્થળે 45 મિનિટ સુધી રોકાશે વડાપ્રધાન સાંજે ચાર વાગે અમદાવાદ પરત આવશે.
Gujarat: Prime Minister Narendra Modi inaugurates Vibrant Gujarat Global Trade Show in Gandhinagar. pic.twitter.com/g5mg9Fsm2G
— Mantavya News (@Mantavyanews) January 17, 2019
તેઓ પાલડી ખાતે આવેલ નવી બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ તેઓ રીવર ફ્રન્ટ ઉપર એક જાહેરસભા પણ સંબોધશે ત્યારબાદ તેઓ રિવર ફ્રન્ટ પર જ ઉભા કરાયેલા શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે સાડા છ વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.પીએમ મોદી ઉદ્દઘાટન કરવાના હોવાથી ત્યાં તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
