ગુજરાત/ રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો, સરકારે હાઇકોર્ટમાં કરેલ સોગંદનામામાં કર્યો સ્વીકાર આપી નહોતી મંજૂરી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. સરકારે અગ્નિકાંડને લઈને હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું.

Top Stories Gujarat Rajkot

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. સરકારે અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું. આ સોગંદનામામાં સરકારે સ્વીકાર કર્યો છે કે ગેમઝોનની મંજૂરી નહોતી આપવામાં આવી. આ મામલાની આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારે કહ્યું કે ગેમઝોનને કાયમી સ્ટ્રક્ચર ગણવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી થશે.

અગ્નિકાંડમાં 27 જેટલા લોકોના મોત થતા રાજ્યભરમાં મોટો ઉહાપોહ મચ્યો હતો. આ મામલામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને બદલીઓ પણ કરાઈ હતી. અગ્નિકાંડ કિસ્સામાં સરકાર પોતે જ ફરિયાદી બનતા ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી છે. SITને સોંપવામાં આવેલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. SITએ પોતાના રિપોર્ટમાં 10 મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે. SIT સમગ્ર ઘટનામાં પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કર્યો. ગેમઝોનમાં કોઈપણ બાબતની તપાસ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવ્યું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. ઈમરજન્સી દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી.  રાજકોટ મ્યુનિસિપલ વિભાગ ગેમઝોનને લઈને તપાસ અને ચકાસણી કર્યા વગર ત્રણ વર્ષ સુધી આંખ આડા કાન કરતા આ દુર્ઘટના બનવા પામી. આ મામલે હવે હાઈકોર્ટમાં કરાયેલ સોગંધનામામાં પણ સરકારે બેદરકારી થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. હાઈકોર્ટમાં રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલાની કાલે સુનાવણી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM

આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે

આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો