Surat News/ સુરતમાં બ્લેક અને મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધાર્યુ

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે દરેક દુષ્ટ ઈરાદાનો જવાબ એક જ ભાષામાં આપવામાં આવશે.પાકિસ્તાનને વારંવાર શરમજનક સ્થિતિ. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનને

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં હજીરા કાંઠા વિસ્તારમાં ભારત-પાકિસ્તાન તણાવને લઈ બ્લેક અને મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધાર્યુ છે. દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓની સતર્કતા વધારી દેવામાં આવી છે. 1 હજારથી વધુ પોલીસ તૈનાત કરાઈ છે. સુરતના હજીરા રોડ ખાતે અનેક ઉદ્યોગ આવ્યા છે. અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાથી હજીરાની નાની-મોટી કંપનીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.  સુરત શહેર પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અડધી રાત્રે પણ લોકો દેશ સેવા તત્પર હોવાની તૈયારીઓ બતાવી રહ્યાં છે.

ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું કે દરેક દુષ્ટ ઈરાદાનો જવાબ એક જ ભાષામાં આપવામાં આવશે. પાકિસ્તાનને વારંવાર શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હોય. 2019 ના બાલાકોટ હુમલાથી અત્યાર સુધી, ભારતની લશ્કરી શક્તિ અને વ્યૂહાત્મક કુશળતાએ વારંવાર પાકિસ્તાનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ભારતની S-400 સિસ્ટમ અને સમ્યક અને શક્તિ જેવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનોએ પાકિસ્તાની રડારને સંપૂર્ણપણે નકામા બનાવી દીધા છે. ગુજરાતના 15 જીલ્લાઓ એલર્ટ પર મુકવામાં આવ્યા છે, રાજ્યના 3 જીલ્લાઓ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે બેઠક બોલાવવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું

આ પણ વાંચો:આ તો બસ શરૂઆત છે, લાંબા સમય માટે તૈયાર રહો…PM મોદીએ આપ્યો ગર્ભિત સંકેત

આ પણ વાંચો:ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સાયબર હુમલાની આશંકા, સરકારે એડવાઈઝરી જાહેર કરી