Not Set/ 16 ડિસેમ્બરથી પાર્ટીની કમાન રાહુલ ગાંધીના હાથમાં

દિલ્હી- રાહુલ ગાંધી 16 ડિસેમ્બરથી પાર્ટીની કમાન સંભાળશે.રાહુલ ગાંધીની કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, આજે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી લેવાનો સમય હતો અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે માત્ર રાહુલ ગાંધીએ જ નોમિનેશન ફોર્મ ભર્યું હતું. આમ, રાહુલ ગાંધીની આજે સર્વ સમ્મતિથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી કરી દેવામાં આવી છે. […]

Top Stories

દિલ્હી-

રાહુલ ગાંધી 16 ડિસેમ્બરથી પાર્ટીની કમાન સંભાળશે.રાહુલ ગાંધીની કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, આજે 3 વાગ્યા સુધી ઉમેદવારી પાછી લેવાનો સમય હતો અને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે માત્ર રાહુલ ગાંધીએ જ નોમિનેશન ફોર્મ ભર્યું હતું. આમ, રાહુલ ગાંધીની આજે સર્વ સમ્મતિથી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી કરી દેવામાં આવી છે. કોંગ્રેસમાં આજે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાહુલગાંધી સામે અનેક પડકારો પણ છે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં 12 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે.કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. પાર્ટી રાહુલને અધ્યક્ષ બનાવીને સંગઠન અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયત્ન કરી રહી છે