Not Set/ રાજકોટ પર કોરોનાનો કહેર યથાવત : આજે વધુ 67 મોત, તા.પં.પૂર્વ પ્રમુખ ઘોઘુભા તથા કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પરિજનો કોરોનાગ્રસ્ત

રાજકોટ પર કોરોના એ કાળો કહેર વર્તાવવાનો ચાલુ રાખ્યો છે.ગઈકાલે બપોરે 284 અને સાંજ સુધીમાં 399 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં 24 કલાકમાં 67 દર્દીના મોત

Top Stories Gujarat Rajkot

રાજકોટ પર કોરોના એ કાળો કહેર વર્તાવવાનો ચાલુ રાખ્યો છે.ગઈકાલે બપોરે 284 અને સાંજ સુધીમાં 399 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. શહેરમાં 24 કલાકમાં 67 દર્દીના મોત નીપજતા આરોગ્ય વિભાગમાં ચિંતામા મૂકાયું છે. શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 26719 પર પહોંચી છે. તેમજ હાલ અલગ અલગ હોસ્પિટલમાં 4612 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે રવિવારે 423 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.સામાન્ય માણસથી લઇને શહેરના અગ્રણીઓ દરેકના પરિવારોમાં કોરોના એ દસ્તક દીધી છે. જેના પગલે સમગ્ર શહેરમાં ચિંતા વ્યાપી ગઈ છે.

રાજકોટના અગ્રણી પરિવારોમાં કોરોનાના ધામા

ગઈકાલે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના પરિવારમાં પણ કોરોના બ્લાસ્ટ થયો હતો. કોરોનાની બીજી લહેરમાં પરિવારના 39 સભ્યોમાંથી 31 કોરોના ગ્રસ્ત થયા હતા. હાલમાં મોરબીમાં રહેતા તેમનાં પરીવારજનોમાં તેમાંના આઠ સભ્યો કોરોનાની સક્રિય છે, જેમની સારવાર ચાલી રહી છે.જ્યારે પાંચ ભાઈના પરિવારમાંથી ચાર સભ્યો અમેરિકામાં હોય તેવો કોરોના સંક્રમિત થયા નથી. આ ઘટના બાદ મોહનભાઇ કુંડારિયાએ રાજકોટ જિલ્લાના તમામ લોકોને કોરોના સામે પૂરતી તકેદારી રાખવા માટે અપીલ કરી હતી.

Gujarat BJP MP hands out citizenship certificates to 3 Hindus from Pakistan

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભાના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. ઘોઘુભાના ધર્મપત્ની ઘ્રુપદાબા જાડેજા ઉપરાંત રાજકોટના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પત્ની ધર્મિષ્ઠાબા તથા પુત્ર નિલરાજ જાડેજા પણ કોરોના પોઝિટિવ થયાં છે અને હાલ પેટ્રીયા ખાતે સારવાર લઇ રહ્યા છે. ગત 6મી એપ્રિલના રોજ કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના દિકરીબા કોરોના ગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પરિવારમાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થતા ચિંતા વ્યાપી છે.

યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો,મધ્યસ્થ જેલ ના 7 અધિકારીઓ કોરોનાગ્રસ્ત 

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટિવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો 14 દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમિયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે.

કોરોના માત્ર શેરીઓ ગલીઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. જેલના અધિકારીઓ પણ કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલ ના 7 અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે, હાલ તેઓ સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રાજકોટના બસ ડેપોમાં કોરોના બ્લાસ્ટ થયો છે. 75 ડ્રાઇવર અને ક્લાર્ક પણ કોરોનાની ઝપેટે ચડ્યા છે. તમામ 77 કર્મચારીઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. બસ ડેપોમાં એકસાથે  કેસ કોરોના આવતા રાજકોટમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

હરિદ્વાર કુંભ મેળા માંથી પરત ફરેલા 12 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

રાજકોટ રેલવે સ્ટેશનને દેહરાદુન ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં હરિદ્વાર કુંભ મેળા માંથી આવેલા 147 પ્રવાસીઓનો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.રેલવે સ્ટેશનને સવારના આઠ વાગ્યાથી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પી રાઠોડના માર્ગદર્શન હેઠળ પાંચ ટીમો દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

3 શાકમાર્કેટ બપોરે બે વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ,દાણાપીઠ બજાર સપ્તાહ દરમિયાન અડધો દિવસ બંધ

હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની ત્રણ (3) શાક માર્કેટ તા.19/4/2021 થી તા.30/4/2021 સુધી દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી સ્વૈચ્છાએ બંધ રાખવા અંગેનો નિર્ણય ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેની શહેરના દરેક ગ્રાહકે અને વેપારીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે. શહેરની જે શાક માર્કેટ બંધ રાખવાના આવે છે તેમાં (૧) જ્યુબિલી શાક માર્કેટ ભાગ -૧, (૨) જ્યુબિલી શાક માર્કેટ (ડિસ્કો માર્કેટ) ભાગ -૨ અને (૩) લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડ વાળી) સમાવેશ કરવામાં આવેલ છે,તેમ જ્યુબિલી શાક માર્કેટના સંગઠનોના હોદેદારો  કાંતિલાલ સંઘાણી,  મુકેશભાઈ પીપળીયા, શ્રી પ્રતાપભાઈ ભીમજીભાઈ,  પ્રેમજીભાઈ આણંદા ભાઈ અને  પ્રવીણભાઈ રામજીભાઈ સંયુક્ત યાદીમાં જણાવે છે.

રાજકોટ દાણાપીઠ બજારમાં હવે આજથી સમગ્ર સપ્તાહ દરમિયાન અડધો દિવસ બંધ પાળશે. આજથી તારીખ 25 સુધી સવારે 8 થી બપોરે ત્રણ સુધી બજાર ખુલી રહેશે. બપોર પછી થી બંધ પાડવામાં આવશે એવું દાણાપીઠ વેપારી એસોસીએશનના પ્રમુખ બીપીનભાઈ ભાઈ કેસરિયા એ જાહેર કર્યું છે.

રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રા રદ,ઘરે ઘરે દીપ પ્રાગટ્યની અપીલ

રાજકોટમાં રામનવમીના દિવસે યોજાનાર શોભાયાત્રા રદ કરવાનો નર્ણય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ લોકોને ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરવાની અપીલ કરી છે.વિહિપના નિલેશ કથીરિયાએ જણાવ્યું છે કે, લોકો પોતાના ઘરમાં જ ભગવો ધ્વજ અને દીપ પ્રાગટ્ય કરે. તેમજ ભગવાન શ્રીરામની પ્રાર્થના કરે. ઘરે ઘરે 5 દીવડા પ્રગટાવી શ્રીરામના વિજય મંત્રનું સ્મરણ કરી કોરોનાનું સંકટ દૂર થાય તેવી પ્રાર્થના કરે. રામનવમીનો આ વર્ષનો તહેવાર લોકોને સાદાઇથી ઉજવવા આહવાન કર્યુ છે.